________________ 76 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા દિશા પૂરી પાડે એવું છે. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” અને “જૈન ગૂર્જર કવિઓ'ને અનુલક્ષીને હરિવલ્લભ ભાયાણી કહે છે કે “દેશાઈના બંનેય આકરગ્રંથના બાદશાહી ખજાનાનો હું પોતે મારા કામ માટે વરસોથી લાભ ઉઠાવતો આવ્યો છું અને ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના અનેક ઈતિહાસલેખકો-સંશોધકો પણ આજ સુધી એમ કરતા આવ્યા છે.” (ભાષાવિમર્શ, એપ્રિલ-જૂન 1987) “જૈન ગૂર્જર કવિઓમાં મધ્યકાળના સાતસો વરસના ઘર્મ, સંસ્કાર, સમાજજીવન, ઇતિહાસની એવી સામગ્રી સમાયેલી છે કે એને આધારે નાનામોટા અનેક સંશોધન-લેખો તૈયાર થઈ શકે. મોહનભાઈએ સંગ્રહીત કરેલી સામગ્રીનો આવો અભ્યાસ થવો હજુ બાકી છે. લાંબે સુધી પહોંચતી સૂચિ-દૃષ્ટિ સંદર્ભસાહિત્યમાં વિવિધ પ્રકારની વર્ણાનુક્રમિક સૂચિઓ એક અનિવાર્ય અને અત્યંત મહત્ત્વનું અંગ છે. આવી સૂચિઓ વિના સંદર્ભ સાહિત્યનો ઘટતો ઉપયોગ થઈ શકતો નથી. મોહનભાઈની દૃષ્ટિ આ બાબતમાં આશ્ચર્યજનક રીતે લાંબે સુધી પહોંચે છે. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં કર્તાઓ, કૃતિઓ, પારિભાષિક શબ્દો, તીર્થો, ગચ્છો, કુલગોત્રો, સ્થળસ્થાનાદિ વગેરે 22 વિભાગમાં વહેંચાયેલી લગભગ 200 પાનાંની વર્ણાનુક્રમિક સૂચિ છે. જૈન ગૂર્જર કવિઓ'માં કર્તા-કૃતિસૂચિ, કૃતિઓની વર્ગીકૃત સૂચિ, ગદ્યકારો ને ગદ્યકૃતિઓની સૂચિ, સ્થળસ્થાનાદિની સૂચિ, કૃતિઓની સાલવારી સૂચિ વગેરે જેવી વિવિધ પ્રકારની સૂચિઓ એમણે જોડી છે ! સૂચિનું મહત્ત્વ મોહનભાઈને કેટલે પહેલેથી સમજાયું હતું તેના દાખલા જુઓ છેક ૧૯૧૦ના “નયકર્ણિકા જેવા નાના ગ્રંથમાં પણ અંતે પારિભાષિક શબ્દો, વ્યક્તિનામો, ગ્રંથનામો, સ્થળનામો, સંસ્થાનામો વગેરેનો સમાવેશ કરતો સવિસ્તર વિષયાનુક્રમ એમણે મૂક્યો છે. અને ૧૯૧૨ના “જૈન કાવ્યપ્રવેશ' જેવા પાઠ્યપુસ્તકમાં પણ કઈ જૈન કથા કયા ગ્રંથમાં પ્રાપ્ય છે તે દર્શાવતો “કથાનુક્રમ મૂક્યો છે - શિક્ષકને એ કામ આવે ને ! ભોગીલાલ સાંડેસરાને પોતાના લેખોની યાદી રાખવાનું સૂચવનાર મોહનભાઈ હતા. ભોગીલાલ સાંડેસરાએ પોતાના એક લેખની માહિતી આપી