________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 75 જોવા જાય? મોહનભાઈએ કૃતિઓના લેખનની એટલેકે લિપિબદ્ધ થયાની, કૃતિઓ સંશોધિત થયાની વગેરે માહિતી પણ આમેજ કરી છે. સાહિત્યના ઈતિહાસમાં આવી માહિતી કોણ નાખે? એક દ્રષ્ટિએ સાહિત્યના ઇતિહાસમાં એ માહિતી અપ્રસ્તુત પણ લેખાય, પણ આ પ્રકારના માહિતીસંચયે જ મોહનભાઈના ગ્રંથને અદ્વિતીય બનાવ્યો છે. જૈન ગૂર્જર કવિઓ' છે તો એક સાહિત્યસૂચિ - મુખ્યત્વે હસ્તપ્રતસૂચિ. મોહનભાઈએ એમાં જૂની ગુજરાતીનો ઈતિહાસ (જે વસ્તુતઃ અપભ્રંશનો ઈતિહાસ છે), જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ વગેરે સામગ્રી નાખી છે તે ભોગીલાલ સાંડેસરા જેવા વિદ્વાનને પણ અનાવશ્યક લાગી છે. પણ ગુજરાતીમાં આજ સુધી અપભ્રંશનો બીજો કોઈ ઇતિહાસ નથી અને ગુરુપટ્ટાવલી પણ સુઘડ, સુવ્યવસ્થિત, સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી આ એક જ છે ! મૂળ સામગ્રી પરત્વે એની ઉપકારકતા ઓછી માનીએ (સાવ નથી એવું તો નથી જ) તોયે આ સામગ્રીનું સ્વતંત્ર મૂલ્ય ઓછું નથી અને મોહનભાઈની લોભી વૃત્તિનું એ સુપરિણામ છે એમ આજે તો ભાસે છે. પંડિત સુખલાલજી પાસે રાત રહેવાનું થાય તો મોહનભાઈ સાથે કામ લઈને જાય. એક વાર પંડિતજીએ પૂછ્યું, “આ ભાર શો ?" મોહનભાઈએ જવાબ આપ્યો કે જૈન ગૂર્જર કવિઓ'નાં પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરે તો કોણ કરે ? અને રહી જાય.” મોહનભાઈની ઘારણા ખોટી ન હતી એની પ્રતીતિ હવે આપણને થાય છે. મોહનભાઈના કાર્યનું મૂલ્યાંકન કરતી વેળા રામનારાયણ પાઠકે “જૈન ગૂર્જર કવિઓ'ને અનુલક્ષીને કહેલા આ શબ્દો યાદ કરવા જેવા છે: “સંગ્રહની ગણના મૌલિક ગ્રંથથી ઊતરતી કરાય છે પણ આવા શાસ્ત્રીય સંપાદનની કિંમત સાહિત્યમાં ઘણી મોટી છે અને તેની મહેનત તો તે પ્રકારનું કામ જેણે થોડુંઘણુંયે કર્યું હોય તે જ સમજે છે.” (પ્રસ્થાન, દીપોત્સવી અંક, 1983) સંદર્ભસાહિત્ય તરીકેનું મૂલ્ય મોહનભાઈના સાહિત્યનું ખરું મૂલ્ય સંદર્ભસાહિત્ય તરીકે છે અને સંદર્ભ સાહિત્યના એ એક ઉત્તમ નિર્માતા છે. એમનું આ પ્રકારનું સાહિત્ય અનેક વિદ્યાકાર્યોને ઉપકારક બની શકે એવું છે, સંશોધનોને સામગ્રી અને