________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા વૃત્તિ જ કહેવી જોઈએ. સામાયિકસૂત્રપાઠ તો પાંચ પાનાંમાં સમાય એવો. એના વિશે 300 પાનાંનું પુસ્તક હોય એવું કોણ માને ? પણ મોહનભાઈ સૂત્રોના શબ્દો જ્યાં સુધી લઈ જઈ શકે ત્યાં સુધી જાય - એની સઘળી પરિભાષાઓ સ્પષ્ટ કરે, તાત્પર્યાર્થો ઉકેલે, જરૂરી સઘળો નીતિવિચાર અને તત્ત્વવિચાર પૂરો પાડે. એ આટલું જ ન અટકે. “સામાયિકવિચાર” નામનો 140 પાનાં સુધી વિસ્તરતો ભૂમિકા-ખંડ પણ મૂકે જેમાં સામાયિકનાં સ્વરૂપ, સ્થાન, લક્ષણ, પ્રકારો, ઉપકરણો, પ્રયોજનો, માહાસ્ય ને ફલસિદ્ધિની વિચારણા હોય. સામાયિક વિશે પૂર્વે જે કંઈ વિચારાયું હોય તે મોહનભાઈ સંગ્રહીત કરી લે ને આમ એમનું લખાણ વિસ્તરતું જાય. “ભાનુચન્દ્રગણિચરિત'ના સંપાદનમાં, ચરિત્રનાયક જહાંગીરના સંબંધમાં આવેલા તેથી મોગલ દરબારો સુધી પહોંચેલા જૈન મુનિઓની માહિતી જોડવામાં આવે, ભાનુચન્દ્રની શિષ્ય પરંપરા આપવામાં આવે, એમની તથા એમના ચરિત્રલેખક ને શિષ્ય સિદ્ધિચન્દ્રની કૃતિઓની માહિતી પૂરી પાડવામાં આવે એ તો બધું વિષયાનુરૂપ જ ગણાય. પરંતુ ગુરુશિષ્યની કૃતિઓની પ્રશસ્તિઓ ઉતારવામાં આવે ને જે સુભાષિત સંગ્રહમાં સિદ્ધિચન્દ્રનાં કેટલાંક સુભાષિતો મળે છે એ આખા સુભાષિત-સંગ્રહનો વીગતે પરિચય નોંધવામાં આવે એને મોહનભાઈની લોભી વૃત્તિનું જ પરિણામ લખવું પડે. મોહનભાઈની સર્વસંગ્રાહક વૃત્તિનો અભુત દાખલો તો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. “સંક્ષિપ્ત તરીકે ઓળખાવાયેલા આ ગ્રંથનાં પાનાં 1100 જેટલાં છે ને “જૈન ગૂર્જર કવિઓ'ના બીજા ભાગમાં પ્રસ્તાવના તરીકે મૂકવા ધારેલો લેખ (200-300 પાનાં ધાર્યા હોય; પહેલા ભાગમાં એવડો પ્રસ્તાવનાલેખ છે) 1100 પાનાના ગ્રંથ રૂપે પરિણમ્યો છે ! મોહનભાઈ પછી હીરાલાલ કાપડિયાએ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસના ગ્રંથો આપ્યા છે ને હિંદીમાં જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના કેટલાક ગ્રંથો પ્રગટ થયા છે તેમ છતાં મોહનભાઈના ગ્રંથની ઉપયોગિતા ઓછી થઈ નથી એનું કારણ એ ગ્રંથનું સર્વસંગ્રહાત્મક સ્વરૂપ જ છે. મોહનભાઈએ ઘણા હસ્તપ્રતભંડારો જોયેલા તેનો લાભ આ ગ્રંથને મળ્યો છે. આજે હસ્તપ્રતભંડારો કોણ