________________ વિરલ વિદ્ધતિભા અને મનુષ્ય પ્રતિભા હતી તેમાં મોહનભાઈએ ભૂલ પણ બતાવેલી. મોહનભાઈ બીજાના લેખોની માહિતી રાખતા હતા તો પોતાના લેખોની માહિતી પણ રાખી જ હશેને ? પણ દુર્ભાગ્યે એ આપણને પ્રાપ્ત થઈ નથી. સૂચિ માટેનો મોહનભાઈનો ઉત્સાહ એટલોબધો હતો કે આનંદશંકર ધ્રુવ અને બેચરદાસ દોશીએ તૈયાર કરેલ પ્રાકૃત પાઠમાળામાં શબ્દકોશ નહોતો તે હોવો જોઈએ એમ કહી મોહનભાઈએ કરી આપ્યો ! ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે સૂચિનું આટલું બધું મહત્ત્વ કરનાર અને સૂચનો આવો પરિશ્રમ ઉઠાવનાર બીજું કોઈ નજરે પડતું નથી. બારીક વ્યવસ્થાસૂઝ ભોગીલાલ સાંડેસરા જેવા સંશોધનક્ષેત્રે પડેલાને મોહનભાઈનો અભ્યાસખંડ જોઈને થયેલી તે લાગણી એમનાં લખાણો પરત્વે પણ થાય છે કે “અહીં કોઈ વ્યવસ્થા નથી.” “જૈન ગૂર્જર કવિઓની બીજી આવૃત્તિના સંદર્ભે એમણે એવું પણ જણાવ્યું કે “મોહનભાઈની તુલનાએ કોઠારીમાં સેન્સ ઑફ ઑર્ડર ઘણી તીવ્ર હોઈ એમનું કામ “હોલ્ડલ'માં ગમે તે ચીજોનો ઢગલો કરવાના શ્રમને મુકાબલે ઘણું કઠિન હતું.” (બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ 1987) એટલેકે મોહનભાઈએ “હોલ્ડ-લ'માં ગમે તેમ ચીજોનો ઢગલો કર્યો હતો, જ્યારે મેં એમની સામગ્રીને વ્યવસ્થામાં મૂકી આપી છે. હું પોતે આ અભિપ્રાય સાથે સંમત થઈ શકતો નથી. મોહનભાઈમાં ઘણી બારીક વ્યવસ્થાસૂઝ હતી એમ હું માનું છું. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત રચી જ ન શકાય. એમાં જે વિપુલ આધારસામગ્રીનો ઉપયોગ થયેલો છે એ ચુસ્ત વ્યવસ્થા ઊભી કર્યા વિના થઈ જ ન શકે. આ ગ્રંથોમાં મુકાયેલી ભરપૂર વર્ણાનુક્રમિક સૂચિઓ એ વ્યવસ્થાસૂઝનું પરિણામ નથી તો શાનું છે ? “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાં ફકરાઓને અપાયેલા ક્રમાંક, જૈન ગૂર્જર કવિઓ'માં સમયાનુક્રમે સામગ્રીની રજૂઆત, કર્તાઓને તથા કૃતિઓને ક્રમાંક આપવાની પદ્ધતિ, વર્ણાનુક્રમણીમાં કર્તાકૃતિક્રમાંક તથા પૃષ્ઠક બન્ને દર્શાવવાની અપનાવાયેલી રીત - આ બધું વ્યવસ્થાની ઝીણી સૂઝ ધરાવતો, વ્યવસ્થા માટે આગ્રહી માણસ જ કરી શકે. આમ છતાં આ