________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા su વગેરેના ઝઘડા સંબંધેના લેખો ન લેવા. (7) દિગંબર-સ્થાનકવાસી કોમના સંબંધમાં ચર્ચા કરતાં વૈરવિરોધ વધે નહીં તેવા લેખોને સ્થાન આપવું. (2) પરંતુ સમગ્ર જૈન સમાજની અખંડતા જળવાય એ જોવું. (9) વિચારભેદને આવકાર આપવો - વિચારજડતા તથા પરંપરાગત આચારશૂન્યતાને ભેદવી. (10) પરંતુ અંગત ટીકા કે આક્ષેપોનો ત્યાગ કરવો. (11) શૈલી મંડનાત્મક વાખવી,ખંડનવૌલીથી દૂર રહી, પ્રહારો કરવા નહીં (જુઓ હેરલ્ડ, જાન્યુ -ફેબ્રુ. 1913, જાન્યુ-ફેબ્રુ. 1919; જૈનયુગ, ભાદરવા 1981) “જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ'ના સંપાદનવેળા પણ મોહનભાઈ લેખકોને આમંત્રણ મોકલતી વખતે “મમત્વભરી સાંપ્રદાયિકતા અને કઠોર વાણીપ્રયોગને કોઈ પણ લેખમાં સ્થાને નથી” એમ પહેલેથી જ જણાવે છે તે બતાવે છે કે એ પોતાની સંપાદકીય નીતિ પરત્વે કેટલા સ્પષ્ટ અને સભાન હતા. હિરલ્ડ'નું સ્વરૂપાન્તર હેરલ્ડ'નો આરંભ ૧૯૦૫થી થયેલો. મોહનભાઈના હાથમાં એ ૧૯૧૨માં આવે છે. મોહનભાઈના હાથમાં આવતાં જ એનું ઊડીને આંખે વળગે એવું સ્વરૂપાન્તર થઈ જાય છે. કૉન્ફરન્સનું વાજિંત્ર જૈન વિદ્યાનું, વિશાળ જ્ઞાનોપાસનાનું એક માધ્યમ બની જાય છે. પહેલા જ અંકની “જૈન” પત્ર “વિષયોની ચૂંટણી પસંદ કરવા યોગ્ય છે” એમ કહી ખાસ નોંધ લે છે પણ મોહનભાઈએ જે નવપ્રસ્થાનો કર્યો એની વિગતે નોંધ તો “જૈન હિતેચ્છમાં વાડીલાલ મોતીલાલ શાહ કરે છે. એમના જેવા તીક્ષ્ણ વિચારકે કરેલું “હેરલ્ડ'ના નવાવતારનું મૂલ્યાંકન વધારે મહત્ત્વનું ગણાય. “હેરલ્ડ'ના ૧૯૧રના પર્યુષણ-અંક વિશે લખતાં એ જણાવે છે કે - કૉન્ફરન્સ ઑફિસનું હેરલ્ડ' પત્ર જે ઘણા વખત સુધી રોતડ મૃતપ્રાય જીવન ગુજારતું હતું એણે પણ નવા અધિપતિના હાથમાં આવ્યા પછી આ જીવનસૂચક અનુકરણ કરીને ગયા પર્યુષણમાં ખાસ અંક બહાર પાડ્યો હતો, જેમાં મુનિ કપૂરવિજયજી, શ્રી ચારિત્રવિજયજી તથા બુદ્ધિસાગરજી જેવા મુનિવરોના, રા.કુંવરજી આણંદજી અને રા.અમરચંદ ઘેલાભાઈ જેવા પુરાણપ્રિય સ્વધર્મચુસ્ત ગૃહસ્થોના, મેસર્સ સમયધર્મ, મનસુખલાલ કરતચંદ મહેતા આદિ કેટલાક નૂતન પ્રકાશવાલા વિચારકોના અને રાકૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી વિ.૫