________________ 64 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા પોતાના અભિપ્રાયો પણ દર્શાવ્યા છે. પોતે “હેરલ્ડ'નું “જૈન સમાજ' એવું નામ સૂચવ્યું અને કોન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીએ ન સ્વીકાર્યું તો એ હકીકત પણ તેઓ નિઃસંકોચ જાહેરમાં મૂકી શકે છે અને આવું અંગ્રેજી નામ રાખવા સામે કોઈ ફરિયાદ કરે છે ત્યારે ફરીને આ હકીકત એની સામે ધરી શકે છે. સરકારના અન્યાયનો ભોગ બનેલા અનલાલ શેઠીની હકીક્ત હેરલ્ડમાં પ્રસિદ્ધ થયેલી. ભાવનગરના એક પ્રતિષ્ઠિત ગણાતા શેઠ કૉન્ફરન્સના જનરલ સેક્રેટરીને જણાવે છે કે ““મારા વિચાર પ્રમાણે અર્જુનલાલ શેઠીની હકીકત આપણે હેરલ્ડ'માં લેવી ઠીક નથી.” મોહનભાઈ આની નોંધ હેરલ્ડ’માં લે છે અને ટકોર કરે છે કે “રાજભક્તિની અવધિ !... વગર જેલમાં સડતો રહે તે માટે કંઈ ન કરે ?" (હેરલ્ડ, જુલાઈ 1916) આ નોંધ બતાવે છે કે સંપાદક સામે ફરિયાદ હોય ત્યારેયે કૉન્ફરન્સે એમાં વચ્ચે પડવાનું રાખ્યું નથી - એનો ખુલાસો કરવાનું કર્તવ્ય પણ સંપાદકનું જ. વળી, એ પણ બતાવે છે કે મોહનભાઈ સરકારથી ડરીને કે શ્રેષ્ઠીથી દબાઈને ચાલનારા તંત્રી નથી. સંપાદકીય નીતિ પત્રોનું સંપાદન મોહનભાઈએ ચોક્કસ નીતિરીતિથી કર્યું છે અને એ નીતિરીતિ એકથી વધુ વાર સ્પષ્ટ પણ કરી છે. “જૈનયુગ” શરૂ થયું ત્યારે તો સંસ્થાની સમિતિએ કરેલા ઠરાવમાં જ આ નીતિરીતિનો સમાવેશ થયો હતો. મોહનભાઈની સંપાદકીય નીતિ આ પ્રમાણે વર્ણવી શકાય : (1) અત્યાર સુધી ઐતિહાસિક સાહિત્ય ઉપર દુર્લક્ષ રહ્યું છે. હવે કાવ્ય, ઇતિહાસ, વિવિધ વર્તમાન, તત્ત્વજ્ઞાન વગેરે પરના લેખો લેવા. (2) ધાર્મિક, સામાજિક, સાંસારિક સુધારાની પ્રગતિ કરનારા લેખો તથા રાષ્ટ્રીય હિલચાલને બાધ ન આવે તેવી રીતે રાજધાની ચર્ચાના લેખો લેવા. (3) ગ્રંથાવલોકનો આપવાં. (4) કૉન્ફરન્સનું પ્રચાર કાર્ય કરવું - સેક્રેટરી પૂરું પાડે તે સાહિત્ય રજૂ કરવું. (5) વ્યક્તિગત સ્વાતંત્ર્યની દૃષ્ટિએ સંગીન હોય પણ કૉન્ફરન્સનું હિત ન સચવાતું હોય તેવા વિષયો માટે આ પત્રનો ઉપયોગ ન કરવો. (6) સંઘ