________________ વિરલ વિદ્ધત્મતિભા અને મનુષ્ય પ્રતિભા S3 કરવાનો અધિકાર અધિપતિના હાથમાં હોતો નથી. કાં તો આખો લેખ પ્રગટ કરવો, અથવા તો આખો લેખ પ્રગટ ન કરવો - બે જ સત્તા તેના હાથમાં છે. છતાં પણ અધિપતિ કોઈ ભાગ પર ફૂટનોટ આપી પોતાનું વક્તવ્ય જણાવી શકે છે.” (હેરલ્ડ, ઑગસ્ટ-સપ્ટે.૧૯૧૪) આવી સ્પષ્ટતા કરવાનું પણ મોહનભાઈને એટલા માટે ઉપસ્થિત થયેલું કે એમણે પોતાનાં પત્રોમાં કૉન્ફરન્સ સંમત ન હોય એવાં લખાણો માટે અવકાશ રાખેલો, કંઈ પણ શંકાભરેલું લાગે તેનું સમાધાન મૃદુલ ભાષામાં અને યુક્તિપૂર્વક કરવા માટે પોતાનાં પત્રોનાં કૉલમ ખુલ્લાં રાખેલાં. સંપાદકીય સ્વતંત્રતા દેખાઈ આવે છે કે મોહનભાઈએ કૉન્ફરન્સ જેવી સંસ્થાનાં મુખપત્રો સમાં માસિકો ચલાવ્યાં પણ પોતાની સંપાદક તરીકેની સ્વતંત્રતાને ભોગે એમ કર્યું નથી. એમના જેવા વિદ્યારસિક અને સમાજચિંતક પુરુષને સંસ્થાના કેવળ વાજિંત્ર રૂપે માસિકો ચલાવવાનું ન જ ગમે. કૉન્ફરન્સે પણ એમને ઘણી સ્વતંત્રતા આપી જણાય છે. “હેરલ્ડ'નું તંત્રીપદ મોહનભાઈએ કેટલીક શરતોએ સ્વીકાર્યું હતું તેમાં સંપાદક તરીકે સ્વતંત્રતાનો સમાવેશ હશે જ. પછીથી મોહનભાઈએ સ્પષ્ટ રીતે જણાવેલ પણ છે કે “કૉન્ફરન્સની ઍડવાઈઝરી બોર્ડ આ ઊંચું પદ સ્વતંત્ર હક્ક સાથે આપ્યું હતું.” (હરલ, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯) “જૈનયુગ'નું તંત્રીપદ તો સ્પષ્ટ ઠરાવ કરી આપવામાં આવે છે કે તંત્રીને પોતાનું કાર્ય કરવામાં સંપૂર્ણ સ્વતંત્રતા રહેશે, માસિકનું નવું નામ તંત્રીએ પસંદ કરવું, માસિક બદલામાં તથા લેખકોને મફત આપવાનું તંત્રીની મરજી પર રહેશે વગેરે. (જેનયુગ, ભાદરવો 1981) “જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથમાં પણ એવી નોંધ મળે છે કે પ્રકાશક સમિતિએ ગ્રંથ બાબતની સઘળી સગવડ કરી આપી છે પણ સંપાદકના કામમાં કશો હસ્તક્ષેપ કર્યો નથી. તે બતાવે છે કે સંપાદક તરીકેની સ્વતંત્રતાનો મોહનભાઈને હંમેશાં આગ્રહ રહ્યો છે. હેરલ્ડ અને “જૈનયુગ'નું જ સ્વરૂપ ઘડાયું એ મોહનભાઈની સંપાદકીય સ્વતંત્રતાનો મોટો પુરાવો છે. આ ઉપરાંત, શત્રુંજયપ્રશ્ન જેવા જાહેર વિવાદના પ્રસંગોએ મોહનભાઈએ કૉન્ફરન્સનું જ દૃષ્ટિબિંદુ રજૂ કરવાનું ઇચ્છવું નથી,