________________ ss વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા આદિ અન્યધર્મી સ્વતંત્ર લેખકોના વિચારોનું ઠીકઠીક પ્રદર્શન કરવામાં આવ્યું છે. એકંદરે આ અંક વાંચવા યોગ્ય છે, જોકે કેટલાક લેખકોએ માત્ર ટાહ્યલાં જ કર્યો છે એમ કબૂલ કર્યા વિના ચાલશે નહીં. આ અંકમાં કોઈ ખાસ લક્ષણ હોય તો તે એ છે કે એમાં વિચારસ્વાતંત્ર્યને દાબી દેવાની આજના જૈનોની આત્મઘાતી પ્રથાને માન મળ્યું નથી... એકંદરે જોકે કૉન્ફરન્સ જેવી જાહેર સંસ્થાની માલકીના આ એક બી.એ.એલએલ.બી. જેવા વિદ્વાનના આધિપત્યવાળા માસિકના ખાસ અંકમાં આપણે આથી ઘણી ઊંચી કોટિની પ્રસાદીની આશા રાખવા હક્કદાર છીએ, તોપણ જે પેપરો અને માસિકો જૈનોમાં જોવામાં આવે છે તેના મુકાબલે આ અંકને માટે રા. દેશાઈને ધન્યવાદ આપ્યા સિવાય ચાલશે નહીં. ત્રણચાર સ્થાનકવાસી લેખકોને જગા મળી છે તે ઐક્યના સમયની શુભ આગાહી આપે છે.” (જૈન હિતેચ્છ, ઑક્ટો. 1912) શ્રમ, સૂઝ અને સિદ્ધિ ૧૯૧૩ના પર્યુષણ-અંકની પણ “જૈન હિતેચ્છુ'(નવેમ્બર ૧૯૧૩)એ કરેલી સમીક્ષા મોહનભાઈના સંપાદકત્વને ભવ્ય અંજલિ સમાન છે : “આજ સુધીમાં જૈન પત્રકારો તરફથી જેટલા ખાસ અંકો નીકળ્યા છે તે સર્વમાં પ્રથમ પદે મૂકવા લાયક આ અંક વાંચી અમને ઘણો આનંદ થયો. જૈનના ત્રણે ફિરકાના લેખકો ઉપરાંત જૈનેતર વિદ્વાનોના પણ પુષ્કળ લેખોને આમાં સ્થાન અપાયું છે તેથી એની સુંદરતા, ઉપયોગિતા અને વિવિધતામાં વધારો થયો છે. પ્રગતિવિરોધી જૈન સાધુવર્ગમાંથી હમણાં હમણાં કેટલાંક ઉદાર વિચાર ધરાવતાં રત્નો પ્રકાશવા લાગ્યાં છે એ આ અંકમાંના બે લેખો ત્રિલોકચંદજી અને ચારિત્રવિજયજીના] ઉપરથી જણાઈ આવે છે... ઑનરરી એડિટર મહાશયે કેટલાંક કાવ્યો, મહાવીરાચાર્ય સંબંધી લેખ તથા સ્થૂલિભદ્રની કથા વગેરે લેખો લખવામાં પુષ્કળ શ્રમ ઉઠાવ્યો છે, એટલું જ નહીં પણ એડિટૉરિઅલ્સ પણ પુખ્ત વિચારપૂર્વક લખી છે. જૈન સૂત્રોના ભાષાંતરનું જે કામ શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતાએ હમણાં ઉપાડી લીધું છે તેની વિરુદ્ધ જ્યારે શ્વેતામ્બર બીજા પત્રકારો બુમરાણ કરી રહ્યા છે ત્યારે આ શાન્ત અને સમયસૂચક સંપાદકે ખંડનમંડનથી દૂર રહી ભાષાંતરકાર્યની