________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 37 પૃ.૦) આટલું જ નથી, કેશવલાલ કામદાર સાચું જ કહે છે કે “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'નાં છેલ્લાં પ્રકરણોમાં જૈન તત્ત્વો ને જૈન સમાજ ઉપર માર્ગદર્શક ને નિષ્પક્ષપાતી લખાણો ઉમેરવામાં આવ્યાં છે, તે લખાણ વાંચતાં ઘણી વાર તો એમ પણ લાગે કે લેખક જૈનેતર તો નહીં હોય !" (પ્રસ્તાવના, પૃ.૩) મોહનભાઈને એવું વિધાન કરતાં સહેજ પણ સંકોચ થતો નથી કે “કોઈ પણ જમાનામાં જૈન તીર્થે નાલંદાના કે વિક્રમશીલાના વિદ્યાલયની સુગંધ નથી અનુભવી.” (પૃ.૭૮૫) મોહનભાઈની શુદ્ધ, નિષ્પક્ષપાત ઇતિહાસદૃષ્ટિ છે. આ ઈતિહાસદૃષ્ટિ મોહનભાઈને એમ કહેવા સુધી લઈ જાય છે કે “મારા આ પ્રયત્નથી શ્વેતામ્બર જૈનોએ આર્યસંસ્કૃતિની ભવ્ય ઇમારતમાં કેટલો સુંદર ફાળો આપ્યો છે તેનો ખ્યાલ જૈન કે જૈનેતર - સર્વ વિદ્યાવિલાસી વર્ગમાં આવશે તો, મારો પરિશ્રમ નિરર્થક નથી ગયો એ સમજાતાં આ સાહિત્યસેવકને આનંદ થશે. આવા પ્રયત્નો બૌદ્ધ, વૈષ્ણવ, શૈવ, શીખ, જરથોસ્તી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના સાહિત્યના ઈતિહાસો લખી બહાર પાડવામાં તે તે ધર્મના વિદ્વાનો કરશે તો વિશેષ આનંદ થશે.” (નિવેદન, પૃ. 1. કાળાં બીબાં આ લેખકે કરેલાં છે.) વિશાળ ઇતિહાસદૃષ્ટિ - જ્ઞાનદૃષ્ટિ ઉપરાંત મોહનભાઈની વિશાળ ઇતિહાસદૃષ્ટિને એ સુવિદિત છે કે કોઈ પણ સાહિત્ય બીજાં સાહિત્યના ઉપલબ્ધ સમાંતર (collateral) પુરાવા પ્રત્યે અલક્ષ કરી શકે નહીં (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, નિવેદન પૃ.૫૮) અને જ્ઞાનને સંપ્રદાયના કે એવા કોઈ સીમાડા નથી હોતા. આથી જૈન સાહિત્ય-ઇતિહાસ આદિનો અભ્યાસ કૂપમંડૂકવૃત્તિથી કરવાનું એમને ઈષ્ટ નથી. એને એ વિશ્વજ્ઞાનનો ભાગ બનાવવા ચાહે છે ને તેથી વિશાળ, નૂતન, ચિકિત્સક દ્રષ્ટિથી એ અભ્યાસ હાથ ધરવાનું એ સૂચવે છે. “જૈનો. અને જૈન ધર્મ વિષયે કેવાં લખાણોની જરૂર છે?' એ શીર્ષક નીચે એમણે એક વખત 207 વિષયોની યાદી કરી હતી (હરલ, જુલાઈ 1913) એમાં મણિલાલ નભુભાઈની જૈન સાહિત્ય પ્રત્યે સેવા', “સરસ્વતીચંદ્રમાં જૈન