________________ 38 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સંબંધે ઉલ્લેખ”, “શ્રીમદ્ શંકરાચાર્ય અને જૈનો”, "Jain theory of universe tested by science" જેવા વિષયોનો સમાવેશ મોહનભાઈની વિશાળ જ્ઞાનદૃષ્ટિનો સંકેત કરે છે. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ધાર્મિક શિક્ષણનો ક્રમ તૈયાર કરાવેલો એમાં મોહનભાઈનો હિસ્સો હશે જ. એ શિક્ષણક્રમમાં સાંપ્રદાયિકતાને વટી જતી વ્યાપક માનવમૂલ્યોની કેળવણીની સુંદર દૃષ્ટિ જોવા મળે છે - આચારોપદેશના વિભાગમાં અહિંસા, સત્ય, અદત્ત ઉપરાંત વિનય, હિમ્મત, આરોગ્ય, કૃતજ્ઞતા, ઉદ્યોગ, અવલોકન, સ્વદેશાભિમાન જેવા ગુણોની કેળવણીની ભલામણ કરવામાં આવી છે અને કથાઓ દ્વારા આ ગુણોની કેળવણી માટે મોહનભાઈ જે સામગ્રી સૂચવે છે તેમાં “ઈસપની વાતો પંચતંત્ર” “સુબોધક નીતિકથા” "Indian Fairy Tales' અને અન્ય ઘણાં મરાઠી, ગુજરાતી, અંગ્રેજી કથાગ્રંથોનો સમાવેશ થાય છે - માત્ર જૈન કથાગ્રંથોનો નહીં. (જુઓ “જૈન કાવ્ય પ્રવેશ'માં ધાર્મિક શિક્ષણનો ક્રમ.') વ્યાપક સાહિત્યરસ આ બધું એ પણ બતાવે છે કે મોહનભાઈએ ભલે જૈન સાહિત્યમાં જ કામ કરવાનું સ્વીકાર્યું પણ એમનો સાહિત્યરસ કંઈ જૈન પરંપરા પૂરતો મર્યાદિત નથી. એમનાં પોતાનાં લખાણોમાં પણ આના પરિણામો જોવા મળે છે. એ યશોવિજયજી વિશે લખે છે ત્યારે મધ્યકાલીન ભારતીય સંતપરંપરા સાથે એનો સંબંધ જોડે છે, જૈન કૃતિઓના અભ્યાસમાં તે-તે વિષયની જૈનેતર કૃતિઓના હવાલા આપે છે, પોતે ચલાવેલા સામયિકોમાં જૈનેતર સાહિત્યના ગ્રંથોનાં અવલોકનો કરે છે - જરૂર જણાય ત્યાં વિસ્તૃત પણ. આખાયે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એમને પાકી ઓળખ હોય એવું જણાય છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યનું મોહનભાઈનું વાચન પણ ઓછું જણાતું નથી. ગ્રંથો, ગ્રંથોનાં પ્રકરણો તથા લેખોને આરંભે તથા સામયિકના પહેલા પાને અવતરણો મૂકવાની મોહનભાઈને આદત હતી. એ અવતરણોમાં અંગ્રેજી કવિતા ઉપરાંત અર્વાચીન ગુજરાતી કવિતા - અલબત્ત, જૈનેતર - ની પંક્તિઓ અનેક વાર જોવા મળે છે. આ બતાવે છે કે મોહનભાઈની સાહિત્યરુચિ સાંકડી નથી. એ એ પણ બતાવે છે કે મોહનભાઈ કેવળ ધાર્મિકતાથી પ્રેરાયેલા નથી, એમનામાં સાહિત્યનો રસ પણ છે, કેમકે એ