________________ 3s વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા આ પ્રમાણે મૂકે છે : “કોઈ પણ પુસ્તકના પરિણામે જૈનો અને બ્રાહ્મણો વચ્ચે - હિંદુઓ વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થાય એ કોઈ રીતે ઇચ્છવા યોગ્ય નથી. ભૂતકાળમાં શ્રમણ-બ્રાહ્મણના ઝઘડા થયા હોય અને એકબીજાએ એકબીજાની વિરુદ્ધ લખ્યું હોય તે વાતનો આ યુગે પડદો પાડી દીધો છે અને પાડી દેવો ઘટે. આ યુગ એમ માને છે કે હિંદુઓનું સંગઠન કરો - બલકે હિંદીઓનું સંગઠન કરો. અરસપરસ સહકાર કરો, અસહિષ્ણુતાને તિલાંજલિ આપી એખલાસ કેળવો અને વધારો; છતાં ભણેલાગણેલા મોટી ડિગ્રીઓ ધરાવતા સાક્ષરો અરસપરસ લડાલડી કરે અને એકબીજા પર આક્ષેપો મૂકે અને તેમાં કેટલાક અસંયમી લેખકો અમુક ધર્મ પાળતી ઐતિહાસિક વ્યક્તિઓનું ચરિત્રનિરૂપણ પોતાના જનસ્વભાવના માનેલા ધોરણ પર દોરાઈને કરી તેમને નીચા, હલકા, અધમ કે અવગુણવાળા બતાવાય તેથી તે ધર્મના અનુયાયીઓના મનમાં વિષાદ ઉત્પન્ન કરે એ તો શાંતિઇચ્છિક સંગઠનપ્રિય જમાનામાં વિષમય જ ગણાય.” (ર્જનયુગ, ફાગણ 1983). જોઈ શકાય છે કે મોહનભાઈની મુખ્ય ચિંતા પારસ્પરિક વિદ્વેષની છે. વિદ્વેષને પોષે એવું કંઈ એમને સ્વીકાર્ય નથી. જૈન-જૈનેતરોના સંબંધ પરત્વે વિષસૂચક ભાષા પણ એમને ગમતી નથી. રામલાલ ચુનીલાલ મોદીના “વૈદિક સાહિત્યકારોએ સોળમા શતકમાં હુમલો કર્યો અને જૈનોની ઘણીક સત્તા છીનવી લીધી” એવા ભાષાપ્રયોગોની સામે એ વાંધો લે છે. આ હકીકત તો ખોટી જ છે કેમકે સોળમી સદી પછી ઘણું જૈન સાહિત્ય રચાયેલું છે એમ મોહનભાઈ બતાવે છે, પણ એમનો વધારે અણગમો આવી આક્રમણની પરિભાષા સામે છે. જ્યાં એક સામાજિક વર્ગ કાર્ય કરતો હતો ત્યાં બીજો સામાજિક વર્ગ પણ કાર્ય કરતો થયો એમ કહેવું જોઈએ એવું એ સૂચન કરે છે. (જૈનયુગ, ભાદ્રપદ 1981). સંપ્રદાયમોહનો અભાવ મોહનભાઈએ જૈન સાહિત્યનો અભ્યાસ કર્યો એમાં સહજ ગુણાનુરાગ છે, પણ સંપ્રદાયમહિમાનો હેતુ નથી. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં તેઓ જણાવે છે કે “હું જૈન હોઈ જૈન સાહિત્યની ચઢતી અત્યુક્તિથી બતાવું એવી ઇચ્છામાં રહેલો સંપ્રદાયમોહ મેં સ્વીકાર્ય ગણ્યો નથી.” (નિવેદન,