________________ વિરલ વિદ્વતિભા અને મનુષ્ય પ્રતિભા પ્રેરણાપ્રદ વિચારો” તથા “મહાત્મા ગાંધીજી - કેટલાક ધાર્મિક વિચારો' એ વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં. 1937 : “ગુર્જર રાસાવલી'ની યોજના ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝમાં સ્વીકારાઈ; પછીથી છાપકામ શરૂ થયું; “સામાયિક સૂત્ર'ની શાળોપયોગી આવૃત્તિનું પ્રકાશન. 1937 : ઑગસ્ટ-સપ્ટે. : મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “ભગવાન શ્રી પાર્શ્વનાથ” વિશે વ્યાખ્યાન. 1939 : પાટણ, હૈમ સારસ્વત સત્રમાં હેમચન્દ્રાચાર્ય વિશે નિબંધ રજૂ કર્યો; ભોગીલાલ સાંડેસરાને પોતાના લેખોની સૂચિ રાખવા સૂચવ્યું. 1939 સપ્ટે. ૧૪:મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “કલ્પસૂત્ર' પર વ્યાખ્યાન. 1940 મે : ભરૂચ, કાવી, ઝઘડિયાનો પ્રવાસ; કાવીના લેખો ઉતાર્યા. 1940 ઑગસ્ટ-સપ્ટે. : મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “અકબર અને જહાંગીરના દરબારમાં જૈનો” વિશે વ્યાખ્યાન. 1941: સિદ્ધિચન્દ્ર-ઉપાધ્યાયવિરચિત “ભાનુચન્દ્રગણિચરિત' એ સંપાદનગ્રંથનું પ્રકાશન. 1941 ઑગસ્ટ 20 : મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “આનંદઘનજી અને યશોવિજય” વિશે વ્યાખ્યાન. 1943 ઑગસ્ટ 30 : મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “જહાંગીર અને જૈનો” વિશે વ્યાખ્યાન. 1944: “જૈન ગૂર્જર કવિઓ ભા.૩'નું બે ખંડમાં પ્રકાશન; લથડતી તબિયત. 1945 ડિસે. 2, રવિવાર : અવસાન, રાજકોટમાં; એમની સેવાઓની કદર ' રૂપે જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સે મોકલાવેલ માનપત્ર અને સંમાનફંડો મોડાં પડ્યાં. ૧૯૪પ ડિસે. 6H મુંબઈમાં 19 જૈન સંસ્થાઓને આશ્રયે શોકસભા. 1956 જુલાઈ 15 : જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સમાં મોહનભાઈના તૈલચિત્રનું પંડિત સુખલાલજીને હસ્તે અનાવરણ. 1958 : બલવંતરાય ઠાકોર તથા મધુસૂદન મોદીની સાથે સંપાદિત કરેલ ગુર્જર રાસાવલી'નું પ્રકાશન.