________________ વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા 2. વ્યક્તિત્વ દેખાવ મોહનભાઈનું બાહ્ય વ્યક્તિત્વ આકર્ષક હતું - ઊંચી કદાવર દેહયષ્ટિ, ગૌર વર્ણની કાંતિ, સોહામણી મુખમુદ્રા, નેહભરી ને આવકાર આપતી આંખો, બધા માથે કાઠિયાવાડી પાઘડી પહેરતા. ક્યારેક ધોળી ટોપી પહેરી હોવાનું પણ સ્નેહીઓ કહે છે. (મેં કિશોરવયે એમને જોયેલા ત્યારનું કાળી ટોપીનું ઝાંખુંપાછું સ્મરણ છે, જેને કે.કા. શાસ્ત્રી ટેકો આપે છે.) કોટ અને ધોતિયું એ એમનો ઔપચારિક પહેરવેશ. પહેરવેશ ખાદીનો. અવાજ મોહનભાઈનો મેઘગંભીર અવાજ. એથી એ પ્રભાવશાળી વક્તા બની રહેતા. કોમળ મીઠા કંઠથી રાગરાગિણીઓ પણ ગાતા. એમનાં રચેલાં પદ્યોમાં રાગોનો નિર્દેશ મળે છે. તેથી એમને સંગીતનું કેટલુંક જ્ઞાન હશે એમ લાગે આદતો મોહનભાઈની તબિયત સામાન્ય રીતે સારી. શરીર પરિશ્રમથી થાકે નહીં. રાતના બેત્રણ વાગ્યા સુધી જાગીને કામ કરી શકે. અલબત્ત, એ કારણે ચા અને ધૂમ્રપાનનાં વ્યસન વળગ્યાં ખરાં. મોટે ભાગે સિગારેટ અને ક્વચિત દેશી બીડી પીતા. સતત પીનારા એટલે એમની આજુબાજુ બીડી-સિગરેટનાં ઠૂંઠાં પડ્યાં હોય. સિગારેટનું ઠૂંઠું ન થઈ જાય ત્યાં સુધી પીધા કરે અને સિગારેટ પડી પડી પણ સળગ્યા કરે, બુઝાય નહીં, તેથી એક વખત એમના કાગળો બળી ગયેલા. ભંડારો જોવા જાય ત્યાં પણ થોડો સમય બહાર જઈ સિગારેટ-બીડીના કસ ખેંચી આવે. મોહનભાઈનું પાચનતંત્ર સારું. ભારે ભોજન પણ પચાવી શકે. જમી લીધા પછી પણ ભાવતી વસ્તુ આવે તો જમી શકે. બીજાઓને જમાડવાના પણ એ શોખીન. ઝાઝી સગવડની જરૂર નહીં કામ કરવા માટે મોહનભાઈને ઝાઝી સગવડની જરૂર ન પડતી. ઘેર ગાદી પર બેસી ખોળામાં પૂંઠું કે પાટિયું રાખી સતત લખવાનું કામ કરી