________________ 148 વિરલ વિદ્વતંતિભા અને મનુષ્ય પ્રતિભા જણાયો છે ત્યાં એ લખાણ/અનુવાદ મોહનભાઈનાં હોવાના સંભવનો નિર્દેશ કર્યો છે. કાવ્યવિભાગમાં પણ કેટલેક સ્થળે કર્તાનું નામ નથી. પણ જે કાવ્યો મોહનભાઈનાં હોવાનો સંભવ લાગ્યો છે તેવાં કાવ્યોને સૂચિમાં સમાવી લીધાં છે. “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ” અને “જૈનયુગ'ના તંત્રી તરીકે મોહનભાઈ નિયમિત રીતે તંત્રીનોંધો લખતા. આવી નોંધો “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'માં “તંત્રીની નોંધ”, “ફુટ ઉગાર', “Úટ વિચાર', “ફુટ નોંધ - Editorial Notes' એવાં મુખ્ય મથાળાં નીચે મોહનભાઈએ પ્રગટ કરી છે, જ્યારે “જૈનયુગ'માં આવી નોંધો “તંત્રીની નોંઘ', “જૂનું નવું ને જાણવા જેવું, “તંત્રીનું વક્તવ્ય,” “મારી કેટલીક નોંઘો વગેરે મુખ્ય મથાળાં નીચે પ્રગટ કરી છે. આવાં મથાળાં નીચે વિષયવૈવિધ્યવાળી પ્રાસંગિક નોંધોને અલગ પેટાશીર્ષકો પણ મોહનભાઈએ આપ્યાં છે. આ પેટાશીર્ષકવાળી બધી નોંધોને જે-તે વિભાગમાં ફાળવી કક્કાવારીના ક્રમમાં સમાવી છે; અને શીર્ષક પછી કસમાં તંત્રીનોંધ' એવો નિર્દેશ કર્યો છે. “તંત્રીનું નિવેદન એ મથાળા નીચે શ્રી દેશાઈએ કરેલાં કેટલાંક પ્રાસંગિક લખાણોને પણ તંત્રીનોંધ” તરીકે જ ગણી લેવામાં આવ્યાં છે. સૂચિમાં “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ' સામયિકનો નિર્દેશ જૈ.જે.કૉ.હે.” તરીકે સઘળે કર્યો છે. “પુ.” સામયિકનું વર્ષ સૂચવે છે. | ની નિશાની પછીનો ક્રમાંક તે વર્ષના અંકનો ક્રમ સૂચવે છે. હિન્દુ મહિના પછીનો વર્ષનો આંકડો વિક્રમ સંવતનો, જ્યારે ખ્રિસ્તી માસ પછીનો વર્ષનો આંકડો ઈસવી સનનો સમજવાનો છે. જ્યાં લેખના શીર્ષકમાં લેખનો વિષય અસ્પષ્ટ કે અપ્રગટ રહી જતો લાગ્યો છે ત્યાં કૌંસમાં તદ્વિષયક સંક્ષિપ્ત વિગત આપી છે. એ જ રીતે ક્યાંક નામોલ્લેખ પણ કર્યો છે. જ્યાં કેવળ પ્રણાલીગત રીતે આદરવાચક “શ્રી', “શ્રીયુત”, “શ્રીમદ્’, “શ્રીમતી”, “મિ.” વગેરે શબ્દોથી શીર્ષક શરૂ થતું હોય ત્યાં તેવા શબ્દોને કૌંસમાં મૂક્યા છે. અંગ્રેજી શીર્ષકને ગુજરાતી લિપિમાં લીધું છે તે ગુજરાતી કક્કાવારીના ક્રમમાં ગોઠવ્યું છે ને કૌંસમાં “અંગ્રેજી' એવી નોંધ મૂકી છે. ક્યાંક સંદર્ભની વિગતમાં પ્રકાશકોદિની માહિતી ઉપલબ્ધ નહીં બનતાં, છે તે જ આપી છે. બુકસેલર કે વિક્રેતાને પણ પ્રકાશક જ