________________ ગ્રંથસૂચિ-લેબસૂચિ 149 ગણી લીધા છે. ક્યાંક લેખના પૃષ્ઠક્રમાંક ઉપલબ્ધ બન્યા નથી ત્યાં - નિશાની કરી છે. સૂચિનો ક્રમાંક ખાનાની જમણી બાજુ છેડા પર ચોરસ કૌંસમાં દર્શાવાયો છે. બ વિભાગમાં પુસ્તકોનાં સ્વીકાર અને સમાલોચનાની સૂચિ છે. ખ વિભાગને બે પેટા વિભાગોમાં વહેંચ્યો છે. ૧માં સ્વીકાર અને સમાલોચના છે. સામાન્યતઃ મોહનભાઈ જે પુસ્તકની સમાલોચના કરતા તે પુસ્તકનામથી તેનું મથાળું બાંધતા. અને તે પુસ્તકના કર્તા, સંપાદક, અનુવાદક, ટીકાકાર, પ્રકાશક વગેરે વિશે માહિતી આપતા. અહીં સૂચિમાં પુસ્તક સંદર્ભે આવી જે નક્કર માહિતી ઉપલબ્ધ બની છે તે સમાવી લીધી છે. ખ-૧ ને પણ ત્રણ પેટાવિભાગોમાં વહેંચ્યો છે. (1) પુસ્તકો (2) સામયિકો અને (3) સંસ્થાઓના વાર્ષિક હેવાલો. ખ-૨ પરિશિષ્ટ છે. જેમાં મળેલાં પુસ્તકોનો માત્ર સ્વીકાર છે. અહીં મોહનભાઈની કોઈ સમાલોચના નથી. મોહનભાઈએ પોતાને મળેલાં પુસ્તકોના કર્તા, પ્રકાશનાદિ ક્યાંક નોંધ્યા છે, ક્યાંક નથી પણ નોંધ્યા. ખ-૨ ની સૂચિને મોહનભાઈનાં કોઈ લખાણની નહીં, પણ (1) પુસ્તકો (2) સામયિકો અને (3) સંસ્થાઓના વાર્ષિક હેવાલોની કેવળ સ્વીકારસૂચિ ગણવાની છે. ખ વિભાગની સૂચિને ક્રમાંક આપ્યા નથી, કેમકે વિષયસૂચિમાં એનો સમાવેશ કર્યો નથી.] (ક) લેખો, તંત્રીનોંધો, કૃતિસંપાદનો તથા કાવ્યોની સૂચિ 1. વિચારાત્મક અજૈનોમાં જૈન ધર્મ સંબંધી ઘોર અજ્ઞાન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૦, જેઠ 1982, પૃ.૪૩૩-૩૪. અહિંસા ઉપર લાલા લજપતરાય (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/s, મહા 1982, પૃ.૨૦૧-૦૩. અંધ ધર્મઝનૂન અને વિચારની અસહિષ્ણુતા (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.4/11-12, અષાડ-શ્રાવણ 1985, પૃ.૫૨૨-૨૩. [3] આગમોનું અધ્યયન કેવા પ્રકારનું હોવું જોઈએ . (તંત્રીનોંધ) : જૈ જે.કહે, પુ.૧૩/૨, ફેબ્રુ.૧૯૧૭, પૃ.૩૮-૩૯. આગામી કૉન્ફરન્સની બેઠકમાં ખાસ કરવા ઈગ્ય બાબતો (તંત્રીનોંધ) : [1]