________________ લેખસૂચિ - - - - - - તંત્રીનોંધો, કૃતિસંપાદનો તથા કાવ્યોની સૂચિનો સમાવેશ છે. ખ વિભાગ પુસ્તકોનાં સ્વીકાર અને સમાલોચનાની સૂચિનો છે. ક વિભાગની સૂચિને નીચે પ્રમાણેના પેટાવિભાગોમાં કક્કાવારી અનુસાર ગોઠવી છે: 1. વિચારાત્મક 2. સાહિત્યિક 3. સંપાદન 4. ઐતિહાસિક 5. ચરિત્રાત્મક 6. સંસ્થા પરિચયો અને સંમેલન-અહેવાલો 7. સામયિકો 8. પ્રકીર્ણ અને 9, કાવ્ય. શ્રી મો.દ.દેશાઈના કેટલાક લેખોને આ કે તે વિભાગમાં મૂકવા અંગે જ્યાં દ્વિધા થઈ છે અથવા તો કેટલાક લેખો સ્પષ્ટતઃ બન્ને વિભાગોમાં મૂકી શકાય એવા લાગ્યા છે ત્યાં લેખોને બંને વિભાગોમાં મૂક્યા છે. અન્ય વિભાગમાં મુકાયાનો નિર્દેશ કૌંસમાં કરવામાં આવ્યો છે. બાકીના લેખોને કોઈ એક જ વિભાગમાં મૂક્યા છે તેમાંના પણ કેટલાક એવા છે જેને વિશે આ કે તે વિભાગમાં ગોઠવવાની દ્વિધા થઈ હોય; છતાં વિષયના મુખ્ય ઝોકને ધ્યાનમાં રાખી ગોઠવણીનો નિર્ણય લીધો છે. ખાસ કરીને સાહિત્યિક ચરિત્રાત્મક-ઐતિહાસિક વિભાગના કેટલાક લેખોમાં આમ બન્યું છે. ક્યારેક એક જ લેખ બે જુદાં જુદાં સામયિકોમાં જુદા જુદા શીર્ષકથી પ્રકાશિત થયો છે ત્યાં તે બંને શીર્ષકો જે-તે સ્થાને સૂચિમાં સમાવી લીધાં છે. કૌંસમાં અન્ય શીર્ષક અને એના સંદર્ભનો નિર્દેશ કરાયો છે. અન્ય લેખકોનાં લખાણોનો જ્યાં શ્રી દેશાઈએ અનુવાદ પ્રગટ કર્યો છે તેમનો પણ સૂચિમાં સમાવેશ કર્યો છે અને તે લખાણ અનૂદિત હોવાનો નિર્દેશ કર્યો છે. મોહનભાઈના તંત્રીપદ હેઠળ પ્રગટતાં “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ” અને નિયુગનાં કેટલાંક લખાણો એવા છે જેની સાથે લેખકનું નામ મુકાયું નથી, પણ એ લખાણ/અનુવાદ તંત્રી તરીકે મોહનભાઈનાં હોવાનો સંભવ જ્યાં