________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈ 135 પરિષદના પ્રમુખ લેડી વિદ્યાગૌરી નીલકંઠ હતાં અને ખુલ્લું અધિવેશન સાંડેસરાની વાડીમાં મળ્યું હતું. સ્વાગત પ્રમુખ સિવિલ સર્જન ડૉ.મણિલાલ લલ્લુભાઈ પરીખ અનિવાર્ય કારણે અનુપસ્થિત હોઈ એમનું વ્યાખ્યાન પાટણના સૌથી અગ્રિમ સમાજસેવક, આજન્મ ખાદીધારી શિક્ષક અને ડૉ.પંડ્યા અભ્યાસગૃહના અવૈતનિક સેવાભાવી સંચાલક, પણ પાટણ હાઇસ્કૂલના શિક્ષક તરીકે વડોદરા સરકારના પગારદાર નોકર, પ્રચંડ શરીરધારી અને વ્યાયામપ્રિય સ્વ. મણિલાલ માધવલાલ દવેએ એમના બુલંદ અવાજે વાંચ્યું હતું. એ પછી વિદ્યાબહેનનું વ્યાખ્યાન અત્યંત મધુર, મૃદુ અને સુશ્રાવ્ય તથા વિચારપૂર્ણ. પાટણના વિખ્યાત પુરાવિદ્ અને સાહિત્યસંશોધક સ્વ. રામલાલ ચુનીલાલ મોદીએ પાટણના પ્રWકારોએ લેખ “બુદ્ધિપ્રકાશ'ના જાન્યુઆરી ૧૯૩૦ના અંકમાં છપાવ્યો હતો, અને બુદ્ધિપ્રકાશ'ના તંત્રી સ્વ. હીરાલાલ પારેખ ગુજરાત પુસ્તકાલય પરિષદના મંત્રી હોઈ આ લેખની સેંકડો છૂટી નકલો. છપાવીને પરિષદમાં વહેંચાઈ હતી. તેમાંની એક હજી મારી પાસે સચવાઈ છે. પ્રદર્શનમાં મુદ્રિત પુસ્તકોની ગોઠવણી માટે વડોદરા મધ્યવર્તી પુસ્તકાલય (સેન્ટ્રલ લાયબ્રેરી)ના શ્રી નાનાભાઈ દીવાનજી ફેંટો પહેરીને, અને હસ્તલિખિત પુસ્તકો માટે વડોદરા પ્રાચ્યવિદ્યા મંદિરના જૈન પંડિત લાલચંદ ગાંધી, માથે ઘંટીના પડ જેવી ભાવનગરી પાઘડી પહેરીને, આવ્યા હતા. હસ્તલિખિત પુસ્તકોની ગોઠવણ માટે, મૂલ્યવાન સચિત્ર હસ્તપ્રતો મજૂરણના માથે ટોપલામાં ઉપડાવીને, મારા ભાવી વિદ્યાગુરુ, માત્ર ત્રેવીસ વર્ષના નવયુવાન મુનિશ્રી પુણ્યવિજયજી આવ્યા હતા, જેમનાં દર્શન મેં દૂરથી જ કર્યા હતાં. મોહનલાલ દલીચંદ દેશાઈ એક પ્રભાવશાળી વક્તા હતા. ઊંચી કદાવર દેહયષ્ટિ વક્તાના મેઘગંભીર અવાજને અનુરૂપ હતી. માથે કાઠિયાવાડી ફેંટો વ્યક્તિત્વને અનેરી શોભા આપતો. તેઓ શું બોલ્યા એનું મુદ્દલ સ્મરણ નથી, તોપણ એમનો અવાજ હજી કાનમાં ગુંજે છે. મોહનલાલ દેસાઈ સાથે પ્રત્યક્ષ મિલન સને ૧૯૩૯ના એપ્રિલમાં પાટણ ખાતે, કનૈયાલાલ મુનશીના પ્રમુખપદે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના હૈમ સારસ્વત સત્ર પ્રસંગે થયું. મુંબઈથી તેઓ અને મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સાથે આવેલા અને અમારા ત્રણેયના નિબંધો સત્રમાં