________________ 136 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા રજૂ થયેલા હોઈ અમે વ્યાસપીઠ ઉપર સાથે બેઠેલા. મોહનલાલ દેસાઈ સુકીર્તિત ઍડવોકેટ અને વિખ્યાત સાહિત્યસેવક છતાં સ્વભાવે અતિ નમ્ર હતા. મારો પ્રથમ લેખ જૂન ૧૯૩૧માં “બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયેલો અને તે વખતે છેલ્લો નિબંધ, એટલેકે સત્રમાં રજૂ થયેલો “હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ” એ લેખ, જેમાં હેમચંદ્રશિષ્ય રામચંદ્રના જીવન અને કાર્યનો વિસ્તૃત પરિચય અપાયો છે. એ લેખ હૈમ સારસ્વત સત્રના હેવાલમાં તેમજ અન્યત્ર પુસ્તિકા પ્રકાશન, વડોદરા, ૧૯૪૫)માં ગ્રન્થસ્થ થયો છે. મોહનભાઈએ, સ્ટેજ ઉપર બેઠેલા હતા ત્યારે, વાતવાતમાં કહ્યું કે “તમારા મુખ્ય લેખોની યાદી અને મોકલો.” મેં અમદાવાદ જઈને મને ઠીક જણાતા લેખોની યાદી મોકલી ત્યારે એમનો તત્કાળ પ્રત્યુત્તર આવ્યો કે “તમારી યાદીમાં ઘણી ભૂલો છે; અમુક લેખ અમુક સામયિકમાં અમુક વર્ષમાં નહીં, પણ અન્યત્ર અમુક વર્ષમાં છપાયો છે. આ વાંચીને મને સાનંદાશ્ચર્ય થયું અને પરિણામે સને ૧૯૩૧થી માંડી મારા બધા લેખો - ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કે અન્ય ભાષામાં - તેમના અનુવાદોની વીગતવાર યાદી તેમજ મારાં પુસ્તકોનાં નામ અને પ્રકાશનવર્ષની વિગતવાર યાદી મેં રાખી છે, જેની અત્યાર સુધી ત્રણ નોટબુકો ભરાઈ છે. મારા સન્મિત્ર અને વડોદરા યુનિવર્સિટીના કુશળ અને કાર્યક્ષમ લાયબ્રેરિયન સ્વ. ચંપકલાલ શુક્લે એ સર્વ લેખોની કાર્ડ-ઈન્ડેક્સ કરાવીને, પ્રત્યેક લેખને તદનુસાર સંબંધ ધરાવતી ફાઇલમાં મુકાવ્યો હોઈ 56 વર્ષના લાંબા સમયગાળામાં પ્રકાશિત થયેલા મારા કોઈ પણ લેખની નકલ અર્ધી મિનિટમાં હું મેળવી શકું છું તથા પચાસેક વર્ષ પહેલાં લેખની છૂટી નકલ આપવાનો રિવાજ નહોતો ત્યારે છપાયેલા લેખનો પણ તત્કાળ રેફરન્સ મેળવી શકું છું. મને મળેલી આ સાધારણ છતાં અદ્દભુત સગવડનું શ્રેય મૂળ મોહનલાલ દેસાઈને ફાળે જાય છે. એ પછી ૧૯૪૦માં હું મુંબઈ ગયો ત્યારે પ્રિન્સેસ સ્ટ્રીટ, તવાવાલા બિલ્ડિંગમાં તેમના નિવાસસ્થાને ગયો હતો. બે વિશાળ ખંડ અને રસોડું, એ એમનો સાદો, પણ સગવડભર્યો નિવાસ. એમાંનો એક મોટો ખંડ એટલે એમનું દિવાનખાનું, બેઠકખંડ, અભ્યાસખંડ, લાયબ્રેરી અને બીજું જે ગણો