________________ - >આદર્શ મુનિ સારે હતે. જેમ ગંગારામજી એક ભલા માણસ હતા, તેમ શ્રીમતી કેસરબાઈ પણ પરમવિદુષી હતાં. શ્રી ચૈથમલજી મહારાજ આ ગંગારામજી તથા શ્રીમતી કેસરબાઈના સુપુત્ર હતા. તેમને બે ભાઈ તથા ત્રણ બહેન હતી. તેમના વડિલ બંધુનું નામ કાલુરામજી તથા કનિષ્ઠ બંધુનું નામ ફતેહચંદજી અને બહેનનાં નામ નવલબાઈ તથા સુંદરબાઈ હતાં. નવલબાઈ માટી હતી, જે આજે હયાત નથી. નાની સુંદરબાઈ હયાત છે. તથા સાથી મોટી એક બીજી હતી. જે અકાલે દેવક પામી હતી.