________________ 30 > આદર્શ મુનિ. નામાવલી આપી તેમને છેડે ઘણો પરિચય પણ કરાવવા યત્ન કરીશું સૌથી પહેલા તીર્થંકરનું નામ ઋષભદેવ હતુ તે ક્યારે થઈ ગયા તે દર્શાવવું મુશ્કેલ છે પણ જૈનગ્રા મુજબ એમ કહી શકાય કે તેઓ કરેડો વર્ષ જીવ્યા હતા. એમની કથા ભાગવત આદિ પુરાણમાં પણ છૂટી છવાઈ આવે છે. જૈનગ્રન્થ મુજબ ત્રાષભદેવની પછીના તીર્થકરોનો આયુષ્ય-કાળ કમેકમે ઘટતા આવ્યા છે અને તે પણ એટલે સુધી કે ત્રેવીસમા તીર્થ કર પાર્શ્વનાથન આયુષ્યકાળ માત્ર સે વર્ષને ગણવામાં આવે છે. એમપણ કહેવામાં આવે છે કે મહાવીર સ્વામી પૂર્વે માત્ર અઢીસો (50) વર્ષ પહેલાં જ પાર્શ્વનાથ સ્વામી નિર્વાણ પદને પામ્યા. મહાવીર સ્વામી ચોવીસમાં તીર્થકર હતા. જેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર જૈન ગ્રન્થના આધારે આ પ્રમાણે છે - ઈસ્વી સન પૂર્વના પાંચમા સૈકામાં પ્રાચીન વિદેહ રાજવંશની રાજધાની વૈશાલી નગરી (પ્રાચીન વૈશાલી નગરી અત્યારે મુજફરપુર જીલ્લામાં બસાઢ” અથવા " બખીરા” નામે ગામ છે) ભારતવર્ષની એક અત્યંત સમૃદ્ધ નગરી હતી. આ નગરીમાં એક પ્રકારનું પ્રજાસતાક રાજ્ય હતું. આ પ્રજાતન્ત્રના સંચાલકો “લિછવિ” લોકો હતા, કે જેઓ પિતાને “રાજા" કહેવડાવતા હતા. વૈશાલીની બહાર પડેશમાંજ કુડ઼ગ્રામ (અર્વાચીન વસુકુડુ ગામ) નામે ગામ હતું. તેમાં સિદ્ધાર્થ નામે એક શ્રીમંત તથા કુળવાન ક્ષત્રિય રહેતો હતો. તે “જ્ઞાતક” નામના ક્ષત્રિયને નાયક હતું. તેની રાણીનું નામ ત્રિશલા” હતું. તે વૈશાલીના અધિરાજ ચેટકની ભગિની હતી. ચેટકરાજની કુંવરીનું લગ્ન મગધાધિરાજ બિંબિસારની સાથે થયું હતું. આ પ્રમાણે સિદ્ધાર્થને મગધના રાજકુટુંબ સાથે પણ