________________ 31 આદશ મુનિ.<> ગાઢ સંબંધ હતે. સિદ્ધાર્થને એક કન્યારત્ન અને બે પુત્રો હતા. નાના કુંવરનું નામ વર્ધમાન હતું. આજ વર્ધમાન ભવિધ્યમાં “મહાવીર” નામે વિખ્યાત થયા. વર્ધમાનના જન્મપ્રસંગે રાજા સિદ્ધાર્થને ત્યાં માટે ઉત્સવ ઉજવવામાં આવ્યા. મોટે થતાં જ્યારે તેને વિદ્યાભ્યાસ માટે શાળામાં મોકલવામાં આવ્યા અને ગુરૂજીએ અક્ષરો શરૂ કરાવતાં “ક પાટી ઉપર લખી આયે, તો તેણે “ક” ની સાથે સાથે રૂ સુધીના બધા વ્યંજને લખી નાખ્યા કદાચ માતાએ ઘેર કકક શીખવ્યું હશે એમ માનીને ગુરૂજીએ તેને ૧થી૧૦ સુધીના આંકડા લખી આપી મુખપાઠ કરવા આપ્યા ત્યારે વર્ષમાને પોતે સુધીના આંક ઉપરાંત પાડા-ગડીઓ પણ લખી આવ્યા. ત્યારપછી સાક્ષાત ઇન્દ્રદેવ પધાર્યા અને કહેવા લાગ્યા. એને શું શીખવો છે ? અને શું જ્ઞાન આપે છે ? એ તા જાતે જ્ઞાની છે. અસ્તુ. યેગ્ય ઉંમરે પહોંચતાં યશોદા નામની એક રાજકુમારી સાથે તેનું લગ્ન કર્થ આ લગ્નથી વર્ધમાનને એક કન્યારત્નની પ્રાપ્તિ થઈ. જેનું પાછળથી જમાલિની સાથે લગ્ન કરવામાં આવ્યું. જ્યારે વધમાન “જિન” અથવા “અહ”ની પદવી મેળવી સ્વધર્મોત્તેજક થયા ત્યારે જમાલિ પોતાના સસરાને શિષ્ય બન્યા. આને લીધે પાછળથી જૈનધર્મમાં પહેલી વખત મતભેદ પડયો. માતાપિતાના દેવલોક પામ્યા પછી જયેક બંધુ નન્દિવર્ધનની આજ્ઞા મેળવી ત્રીસ વરસની ઉંમરે વર્ધમાન સંસારમાંથી મુક્તિ મેળવવા માટે ભિક્ષુક જીવનનો અંગીકાર કર્યો. ભિક્ષુસંપ્રદાય અંગીકાર કર્યા પછી વધમાને ઘેર તપશ્ચર્યા કરવી શરૂ કરી, તે એટલે સુધી કે લાગલગાટ તેર મહીના