________________ આદ મુનિ પહ8 બાબત તે કાળમાં રચાયેલા ગ્રંથે ઉપરથી પ્રગટ થાય છે, તેથી તે કાળમાં પણ જૈનધર્મને હોળે પ્રચાર સ્વયંસિદ્ધ છે. જે રામચંદ્રજી તથા લક્ષ્મણજીના સમયને વિચાર કરવામાં આવે છે તે સમયે પણ જૈનધર્મની સત્તા જામેલી નજરે પડે છે. કેમકે એક તે તે વખતે જેનધર્મના વીસમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતનાથે જૈનધર્મનો પ્રચાર કર્યો હતો, જે વાત તે વખતે વશિષ્ઠ ઋષિ વિરચિત “ગવશિષ્ઠ નામક ગ્રંથના ઉપર ટકેલા શ્લોક ઉપરથી સાબિત થાય છે. હવે વિચાર કરો કે તે સમય પહેલાં બીજા 19 તીર્થકરે તો થઈ ગયા હતા. કે જેમણે આ જગતમાં જૈનધર્મને ફેલાવો કર્યો હતો, તે પછી તે આ સંસારમાં કેટલા લાંબા કાળ પૂર્વેથી પ્રચલિત હવે જોઈએ! સર્વથી પહેલાં ભગવાન ઋષભનાથજીએ તેને પ્રચાર કર્યો. તેથી તેમને ઉત્પત્તિ કાળ માલુમ પડતાં જૈનમર્ધનો સ્થાપન કાળ જાણી શકાય એમ છે. આમ છે તેથી તે અમારા અનુભવ પ્રમાણે અહીં ઇતિહાસકારે હાથ ધોઈ નાંખે છે. કેમકે ઇતિહાસકારો તે બિચારા ચાર પાંચ હજાર વર્ષ પહેલાંના જમાનાને ઇતિહાસ રજુ કરવા અસમર્થ છે, તો પછી એ સ્વયંસિદ્ધ છે કે ભગવાન ઋષભદેવના સમયને પ્રગટ કરવા તેમની શક્તિની બહાર છે. બસ, આટલેથી આ વિષયને વિશેષ ન લંબાવતાં તેજીને ટકેરી એ ઉક્તિ અનુસાર અત્રેજ વિરમીએ છીએ. આશા છે કે નિષ્પક્ષ, વિચારશીલ વાંચકો સત્ય બીના ગ્રહણ કરવામાં આનાકાની કરશે નહિ.