________________ પ૯૪ આદર્શ યુનિ. WWWNWUWWIMWWWNWWWVINK છે. જૈન ધર્મની અહિંસા સાંસારિક કે 3 કાર્યમાં વિધરૂપ નથી. શું - અહિંસા એ જૈન ધર્મનો મુખ્ય ઉપદેશ તથા મુદ્રાલેખ છે. હિંસાથી બચવું એનો અર્થ અહિંસા પાળવી, કષાયોને વશવતી પોતાના તથા બીજાના પ્રાણોનો ઘાત કરે એ હિંસા છે. કોધ, અભિમાન, માયા, લોભ એ કષાય છે. જ્ઞાન એ આત્માને સ્વભાવ છે, પરંતુ એ કષાયથી જ્ઞાન નષ્ટ થાય છે. જૈનધર્મની અહિંસા એમ નથી સૂચવતી કે જે કોઈ શત્રુ દેશ પર ચઢી આવે તે તે સમયે પિતાની પ્યારી માતૃભૂમિ તથા પ્યારી પ્રજાના રક્ષણ નિમિત્તે તેની સાથે યુદ્ધ ન કરે. હા, પણ જે રાજા કેઈપણ કારણ સિવાય માત્ર લેભને દાસ બની બીજાને મુલક છિનવી લેવાને યુદ્ધ કરે અને હજારો માનવીઓનાં ખૂન કરે તો તે અવશ્ય હિંસા છે. જૈનધર્મની અહિંસાને સિદ્ધાન્ત ગૃહસ્થને તેને કાર્યભાર ચલાવવાનો નિષેધ કરતી નથી. જૈનધર્મની અહિંસાના બે વિભાગ પાડવામાં આવે છે -(1) સંકલ્પી (2) આરંભી. ઉપરોકત કષાયને વશવર્તી કેવળ સ્વાર્થ તથા લેભને લીધે બીજાને નુકસાન પહોંચાડવાની અથવા મારી નાખવાની વૃત્તિથી બીજાને વધ કરે, તે “સંકલ્પી હિંસા છે. તેથી હિંસાથી ગૃહસ્થ અવશ્ય બચવું જોઈએ. પરંતુ કષાયેના