________________ 564 >આદર્શ મુનિ ----~~-~-~~-~~~-~-~---........................................... ------------------------------------- અર્થાત–કેવલજ્ઞાન દ્વારા સર્વવ્યાપી, કલ્યાણ સ્વરૂપ, સર્વવિવિજ્ઞાતા નષભનાથ જિનેશ્વર મનોહર કૈલાસ પર્વત ઉપરથી ઉતર્યા હતા. રાષભનાથે કૈલાસ પર્વતથી જ મુક્તિ મેળવી છે. જિનનાથ, અર્હત, આ શબ્દ જૈન તીર્થકરોને માટે પ્રચલિત છે. બ્રહ્માણ્ડ પુરાણમાં જુએ– नाभिस्त्वजनयत्पुत्रं मरुदेव्यां मनोहरम् / / ऋषभं क्षत्रियज्येष्ठं सर्वक्षत्रस्य पूर्वजम् / / ऋषभाद्भरतो जज्ञे वीरः पुत्रशताग्रजः / भिषिच्य भरतं राज्ये महापात्राज्यमास्थितः // / इह हि इक्ष्वाकुकुलवंशोद्भवेन नाभिसुतेन मरुदेव्यानन्दनेन महादेवेन ऋषभेण दशप्रकारो धर्मः स्वयमेवाची र्गः केवलज्ञानलाभाच्च प्रवर्तितः // અર્થાત્ નાભિરાજાને મરૂદેવી મહારાણીથી મનહર ક્ષત્રિયેમાં પ્રધાન અને સમસ્ત ક્ષત્રિયવંશને પૂર્વજ એ કાષભ નામને પુત્ર ઉત્પન્ન થયા. રાષભનાથથી શૂરવીર સે ભાઈઓમાં પાટવી ભરત નામનો પુત્ર ઉત્પન્ન થયા. અષભનાથે ભરતને રાજ્યાભિષેક કરી રાજપાટ સોંપી પોતે જૈન દીક્ષા લઈ મુનિ થયા. આ આર્યાવર્તમાં ઈક્વાકુ ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલા નાભિરાજા તથા મરૂદેવી મહારાણના પુત્ર ઋષભનાથે ક્ષમા, માર્દવ (મૃદુતા), આર્જવ (સરળતા), સત્ય, શાચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન (અપરિગ્રહ) તથા બ્રહ્મચર્ય આ દશ પ્રકારને ધમ પોતે ધારણ કર્યો, અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એ ધર્મને પ્રચાર કર્યો.