________________ 563 વેદાંત ગ્રન્થો કરતાં પણ જૈનધર્મની પ્રાચીનતા. પ્રિય વાંચક! જેકે ગ્રન્થારંભમાંજ જૈનધર્મની પ્રાચીનતાના બારામાં અનેક વિદ્વાનોના અભિપ્રાય તથા શિલાલેખ ઉપરનાં અકાટય પ્રમાણે દ્વારા એ સિદ્ધ કરી ચૂક્યા છીએ કે જૈનધર્મ એ અતિ પ્રાચીન તથા સર્વોત્તમ છે, તે પણ અમને કેટલાક સજજને તરફથી સૂચવવામાં આવ્યું કે આ વિષયે ઉપર વેદપુરાણાદિ અન્ય ધર્મશાસ્ત્રો તથા ગ્રંથોનાં પ્રમાણે પણ અવશ્ય ટાંકવાં જોઈએ. આથી એ સજજનોના આગ્રહને માન આપી આ વિષયમાં પ્રમાણભૂત ગ્લૅકો - તેમના ભાવાર્થ સાથે નીચે આપીએ છીએ. ભગવાન શ્રી ત્રાષભનાથજી જૈન ધર્મના પ્રથમ તીર્થકર થયા છે. તેમના પિતાનું નામ નાભિરાજા અને માતાનું નામ મરૂદેવી તથા તેમના સે પત્રમાં સૌથી જ્યેષ્ઠ પુત્રનું નામ ભરત હતું. તેમની બાબતમાં પુરાણ તથા વેદમાં આ મુજબ ઉલલેખ છે - શિવપુરાણમાં– कैलासे पर्वते रम्ये वृषभोऽयं जिनेश्वरः चकार स्वावतारं च सर्वज्ञः सर्वगः शिवः॥५६।।