________________ 562 જનતા તેઓશ્રીને સુલલિત અમૃતમય ઉપદેશ સાંભળવાને વિશેષ લાલસા રાખતી હતી, તેથી સુદ ૧ને દિવસે જેધપુરમાં ગીરદીકેટમાં એક સાર્વજનિક વ્યાખ્યાન યેાજવામાં આવ્યું. તેઓશ્રીએ કૃપા કરી મહામંદિરથી પધારી એક અત્યંત પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું, જે વખતે લગભગ ચાર હજાર જેટલી જનમેદની જામી હતી. સઘળા ધર્માનુયાયીઓ તે વખતે આવ્યા હતા. મુસલમાનોની પણ સારી સંખ્યા હતી. મેટા મોટા મુત્સદીઓ તથા ઠાકરે પણ પધાર્યા હતા. તેઓશ્રીએ “અહિંસાનું મહત્વ” એ વિષય પર એવું સરળ અને બેધપ્રદ વ્યાખ્યાન આપ્યું કે જે સાંભળી સમસ્ત શ્રેતાગણ ધર્મનાં ગૂઢ તની વાત જાણું પારાવર પ્રસન્ન છે. તેઓશ્રીએ અંત્યજોની બાબતમાં પણ ઉપદેશ આપતાં જણાવ્યું કે અસ્પૃશ્તા એ એક પાપ છે. સાડાત્રણ કલાક સુધી શાન્ત ચિત્તે શ્રેતાઓએ તેમને ધ્યાનપૂર્વક સાંભળ્યા અને વિશેષ કરવામાં આવી. સાંભળવામાં આવ્યું છે કે તેઓશ્રીનું એક વિશેષ વ્યાખ્યાન સેજતિયા દરવાજાની બહાર થવાનું છે. SSE