________________ આદશ મુનિ 565 પ્રભાસ પુરાણમાં આ પ્રમાણે ઉલ્લેખ છે - युगे युगे महापुण्या दृश्यते द्वारकापुरी। अवतीर्णो हरियंत्र प्रभासे शशिभूषणः // रेवताद्रौ जिनो नेमियुगादिविमलाचले। frળામાથાવ મુરિમા યારામ | અર્થાતુ–પ્રત્યેક યુગમાં દ્વારિકાપુરી મહાપુણ્યશાળી દષ્ટિગોચર થાય છે. જ્યાં ચંદ્રસમાન મનરમ્ય નારાયણ અવતાર લે છે. ત્યાં પવિત્ર રેવતાચલ (ગિરનાર પર્વત) ઉપર નેમિનાથ જિનેશ્વર થયા, કે જે દ્રષિઓના આશ્રય સ્થાન અને મોક્ષના કારણભૂત હતા. ભગવાન શ્રી નેમિનાથ, ભગવાન શ્રીકૃષ્ણના પિતા વસુદેવના વડીલ બંધુ મહારાજ સમુદ્રવિજયના પુત્ર હતા. તેઓ દ્વારિકા નિવાસી હતા. તેમણે રેવતાચલ (ગિરનાર પર્વત) ઉપર તપસ્યા કરીને મેક્ષ પ્રાપ્ત કર્યો છે તેઓ બાવીસમા તીર્થંકર અને ભગવાન શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. નાગપુરાણમાં લખ્યું છે કે - अष्टषष्टिषु तीर्थेषु यात्रायां यत्फलं भवेत् / आदिनाथस्य देवस्य स्मरणेनापि तद्भवेत् // અર્થ—અડસઠ તીર્થોની યાત્રા કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ ભગવાન આદિનાથનું સ્મરણ કરવાથી પ્રાપ્ત થાય છે. રાષભનાથજીનું બીજું નામ આદિનાથ છે, કેમકે તેઓ પ્રથમ તીર્થકર છે.