________________ આદર્શ મુનિ પપહ ૧૯૦લ્માં કેટલાંક ગામોના લોકોને પ્રીતીભોજન આપી બંધ કરાવી. આ રહ્યું એ ધર્મ વીર તથા ધર્મભીરૂની દયાળુતાનું જવલંત ઉદાહરણું. શ્રીમાન શેઠજી ધી મહાલક્ષ્મી મીન્સ કંપની–ખ્યાવરના મેનેજીંગ ડાયરેકટર છે. તેઓશ્રી એક અત્યંત લાયક તથા પ્રભાવશાળી વ્યક્તિ હતા એ જણાવવાની જરૂર જ કયાં છે? સાચી વાત તે એ છે કે તેઓશ્રી આ સઘળા સદગુણોના ભંડાર હોવાથી વાસ્તવિક રીતે કુંદન સમાન શુદ્ધ હદયના તથા સ્વનામ શોભાવનાર હતા. તેઓશ્રી પ્રેમની પ્રતિમારૂપ સામ્ય સ્વભાવવાળા, પ્રસન્ન વદનધારી તથા શાન્ત મિજાજવાળા હતા. અભિમાન તે તેમની સમીપજ જઈ શકતું નહતું. ધાર્મિક કાર્યો માટે તેમને અનુરાગ અનુકરણીય હતું. પિતાને ત્યાં નેકરી ચાકરી કરનારા પ્રત્યે પણ તેઓ પિતાના ભાઈઓ જેવું વર્તન ચલાવતા હતા. આવા અનેક ગુણેથી અલંકૃત હોવાને લીધે તેમને એક આદર્શ પુરૂષ કહેવામાં સહેજે અતિશયોક્તિ થતી નથી. તેમના જીવનના મહતકાર્યો તથા પ્રસંગે વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવે તે એક સ્વતંત્ર ગ્રંથ રચી શકાય. તેથી આટલાથી જ અહીં સંતોષ માની રહ્યા. તેઓશ્રી સંવત ૧૯૮૫માં દેવલોક પામ્યા છે. તેમના સપૂત શ્રી શેઠ લાલચંદજી પણ પિતાના જેવાજ સરળ સ્વભાવના, હસમુખા તથા ઉદાર દિલના છે.