________________ પપ૬ >આદર્શ મુનિ. આપી સહાયતા કરી. આ પ્રમાણે પશુઓને ઘાસ તથા કપાસીયાથી અને મનુષ્યને અન્ન તથા વસ્ત્રથી સંતુષ્ટ કર્યા. ધામિક તથા વ્યવહારિક વિદ્યાપ્રચારાર્થે પણ તેઓશ્રીએ અનેક પાઠશાળાઓમાં હજારો રૂપીઆનું દાન આપી સહાથતા કરી હતી. - તેઓશ્રીએ પિતાનાજ ખર્ચે એક ઔષધાલય પણ ઘણું સમયથી સ્થાપન કર્યું છે, જેનો વાર્ષિક ખર્ચ લગભગ અઢી હજાર રૂપીઆ આવે છે. અનાથાશ્રમે, ઇસ્પિતાલે તથા ખાનગી ઔષધાલયે આદિ અનેક સંસ્થાઓને તેઓશ્રીની માસ્ફતે આર્થિક સહાયતા મળ્યા કરતી હતી. જીવદયા તથા અન્ય શુભ કાર્યો માટે પણ સઘળા કરતાં મોટી રકમ તેમના તરફથી મળતી હતી. જે ધાર્મિક તથા સામાજીક ક્ષેત્રમાં તેઓ પ્રવેશ કરતા, તેમાં તે સહેજે પાછા પડ્યા સિવાય રચ્યાપચ્યા રહેતા હતા. અને મુખ્યત્વે આગળ પડતે આગેવાન તરીકેનો ભાગ બજવતા હતા. તેમનાં અન્ય અનેક પ્રશંસનીય કાર્યોમાંના એકને વિશેષ ઉલ્લેખ આ સ્થળે કરીએ છીએ. મેરવાડાના લેકે ગામડાંમાં હેલીકેત્સવને બીજે દિવસે “અહેડા” ખેલે છે. તમામ ગામના માણસે એ દિવસે હળીને બીજે દિવસે) અસ્ત્રશસ્ત્રથી સુસજિત થઈ જંગલમાં જાય છે. ત્યાં હા, હો, હૂ આદિ અનેક પ્રકારના પિકાર કરતા અને બરાડા પાડતા, ચારે બાજુ ખૂબ જોરથી દોડે છે. તે વખતે તેમની સામે નાનું મોટું જે કઈ પશુ આવે છે, તેને તે લેકે જીવતું જવા દેતા નથી. આ દુષ્ટ પ્રથાને તેમણે સને.