________________ આદર્શ યુનિ. પપપ સુપ્રસિદ્ધ કોઠારી ગેત્રમાં થયે હતા. તેઓશ્રીના પિતાશ્રીનું શુભ નામ હંસરાજ હતું. સમયાનુસાર તેઓ સહકુટુંબ સુખદ સ્થિતિમાં રહેતા હતા. બાલ્યાવસ્થાથી જ તેમનામાં ઉદારતા, દયાળુતા, ધૈર્ય તથા ગાંભીર્ય આદિ સદ્દગુણેને પ્રાદુર્ભાવ થયો હતો. અને તે સઘળા સદ્દગુણ કમે ક્રમે વૃદ્ધિ પામતા ચાલ્યા. જેનાં કેટલાંક આદર્શ ઉદાહરણે આજ અમારી સામે માજીદ છે. તેમની રાજભક્તિ આદિ સદ્દગુણેથી સંતુષ્ટ થઈ સરકારે તેમને તા. 5 મી જુન સને ૧૯૨૦ને દિવસે રાયસાહેબની સન્માનદર્શક ઉપાધિથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ થોડા જ સમયમાં તેમની લાયકાત તથા ન્યાયપરાયણતાથી મુગ્ધ થઈ સ્થાનિક સરકારે તેમને ઓનરરી મે ટના પદ ઉપર સ્થાપિત કર્યા. પરોપકાર કરવાને માટે તેઓ સદૈવ તન મન અને ધનથી તત્પર રહેતા હતા સંવત ૧૯૭૧માં ભયંકર દુકાળ પડવાથી મારવાડ પ્રાન્તના અનેક ખેડુતો પિતાના પ્રાણપ્રિય પશુધન સહિત હજારોની સંખ્યામાં ખ્યાવર થઈ માળવા જતા હતા. તે સમયે તેમણે તે ગાયે આદિ મુંગાં પશુઓને આઠ હજાર રૂપીઆનું ઘાસ નંખાવી તેમની સુધાનું નિવારણ કરી પુષ્કળ પુણ્ય પ્રાપ્ત કર્યું. પ્રિય પાઠકે! તેમની આદર્શ ઉદારતાનું એક વિશેષ પ્રશંસનીય ઉદાહરણ આ રહ્યું. એક દિવસ માં માગે ભાવ આપવા છતાં પણ જ્યારે ઘાસ ન મળી શકયું ત્યારે દયાભાવથી દ્રવિત થઈ લગભગ એક હજાર રૂપીઆના કપાસીયા નંખાવી પેલાં મુંગા પશુઓનું સંરક્ષણ કર્યું. તેમજ પેલા ખેડૂતોને પણ ભુંજેલા ચણા તથા વસ્ત્રાદિ