________________ 554 આદશ મુનિ. પ્રકૃતિ અત્યંત શાંત છે અને અહિંસા ધર્મના અનુરાગી છે. આપણા ચરિત્રનાયકના તેઓ પરમ ભક્ત છે. જ્યારે જ્યારે મહારાજશ્રી દેવાસ પધારે છે ત્યારે તેઓ બને ત્યાં સુધી તે વ્યાખ્યાનને લાભ અચૂક લે છે, અને તે સિવાય દિવસ તથા રાત્રિના વખતે પુરસદ મળતાં અન્ય સેવાઓ પણ કરે છે. વળી જૈન ધર્મના તાવિક વિષથી પરિચિત થવાને માટે અનેક પ્રકારના પ્રશ્ન તથા શંકાઓ રજુ કર્સ ગ્ય ઉત્તરે મેળવી મનનું સમાધાન કરે છે. આ ઉપરાંત દર વર્ષે એક વખત દેવાસ પધારવાને માટે પણ આગ્રહ પૂર્વક વિજ્ઞપ્તિ કરતા રહે છે. સારાંશ એ છે કે ઉપરોક્ત ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ શ્રીમાનની ધાર્મિક રુચિ તથા ભાવના પ્રશંસનીય છે. તેઓશ્રીનાં આદર્શ કાર્યોનું પ્રત્યેક નૃપતિ અનુકરણ કરી પિતાના કર્તવ્યનું પાલન કરી અન્ય વ્યક્તિઓ માટે આદર્શ ઉદાહરણ રજુ કરે, એવી અમારી હાર્દિક અભિલાષા છે. बहुरत्ना वसुंधरा / સ્વ. શ્રીમાન ધર્મપ્રેમી દાનવીર રાયબહાદુર શેઠ કુંદનમલજી ઠારી. ખ્યાવરના નરરી મેજીસ્ટ્રેન સંક્ષિપ્ત પરિચય. તેઓશ્રીને શુભજન્મ વિક્રમ સંવત ૧૯૨૬ના કાર્તિક સુદ પૂર્ણિમાની મધ્યરાતે શુભ લગ્નમાં, ઓસવાળ જાતિના