________________ પર૬ > આદર્શ યુનિ. ખાટકીઓ અને કલાલની દુકાનો બંધ રહેશે અને કુંભારો ભઠ્ઠીઓ સળગાવશે નહિ. ઈત્યાદી. 6. સાત બકરાને જીવતદાન આપવામાં આવશે. ઉપર લખ્યા પ્રમાણેની પ્રતિજ્ઞા કરવામાં આવી છે, તથા મારે ત્યાંના કેટલાક સરદારે વિગેરેએ પણ પ્રતિજ્ઞા કરી છે, જેની યાદી તેમના તરફથી અલગ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. ઇતિ શુભમ સંવત 1982 યેષ્ઠ વદ 10. I શ્રી રામજી શ્રી એકલિંગજી મહાર છાપ છે કરાવડ. * * * * * xx xxx જૈન સંપ્રદાયના શ્રીમાન મહારાજશ્રી ચૈથમલજીનાં કુરાવડના રાજમહેલમાં મનુષ્ય જન્મને માટે લાભદાયક અહિંસા, પરોપકાર, ક્ષમા. આદિ વિષયો ઉપર બે દિવસ હૃદયગ્રાહી વ્યાખ્યાન થયાં, જેના પ્રભાવથી ચિત્ત દ્રવીભૂત થતાં નીચે લખેલી પ્રતિજ્ઞા કરવામાં આવે છે - 1. કુરાવડમાં નદી તથા તળાવમાંના જળચર પ્રાણી એની હિંસાની અટકાયત કરવામાં આવશે. 2. મહારાજશ્રીના શુભાગમનને દિવસે તથા પ્રસ્થાનને દિવસે અત્રે જીવહિંસાને અણજો પાળવામાં આવશે. 3. માદા જાનવરને ઈરાદાપૂર્વક મારવામાં આવશે નહિ.