________________ 468 > આદર્શ મુનિ વસ્તૃત્વ-શક્તિ જે તમે કઈ દિવસ કેઈ સહૃદય, શાન્ત, તથા મધુરભાષી ધર્માત્મા વિકતાની પ્રભાવશાળી તથા હૃદયગ્રાહ્ય વાણી શ્રવણ કરી હશે તો તમને માલુમ પડશે કે મહારાજશ્રીની વકતૃત્વ શક્તિ તથા વાતચીત કેટલી મધુર, પવિત્ર અને શુદ્ધ તથા વિશ્વાસ ઉત્પન્ન કરનારી છે. તેઓશ્રીએ આજ પર્યત અનેક ઉપદેશે તથા વ્યાખ્યાને આપ્યાં છે, જે શ્રવણ કરીને આ ચરિત્રમાં ઉલ્લેખ કરેલાં ઉદાહરણે ઉપરથી સિદ્ધ થાય છે તેમ માનવ હૃદયમાં એક અલોકિક પરિવર્તન થઈ જાય છે. તથા શ્રોતાઓ ધર્મસંઘ તથા કર્તવ્યપાશમાં તત્કાલ પડે છે. તેઓશ્રીનાં વ્યાખ્યાન અત્યંત સુલલિત તથા મધુર અને હૃદયગ્રાહી ભાષામાં થાય છે. આ ઉપરાંત તે અતિશય મનમેહક, ચિત્તાકર્ષક, સારગર્ભિત તથા ધાર્મિક ભાવોથી ભરપૂર હોય છે. શ્રેતાઓ તેને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળીને પારાવાર પ્રશંસા કરી પિતાને કૃતકૃત્ય માની આલ્ફાદિતઆનંદિત–થાય છે. તેઓશ્રી જાતે પણ દયા તથા સદ્દગુણેની સાક્ષાત પ્રતિમા છે. પરંતુ જ્યારે તેઓશ્રી પિતાના હૃદયના ઉંડા ઉદ્દગારે સરલ તથા સરળ ભાવે શદ્વારા પ્રગટ કરી, શ્રોતાઓના કર્ણદ્વારમાં પ્રવેશ કરાવે છે. તે વખતે તેમનું મુખમંડળ અત્યંત સુશોભિત તથા તેજસ્વી દેખાય છે. શ્રેતાઓનાં મન સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. તેઓશ્રીનાં વચનામૃતે વખતોવખત શ્રવણ કરી જૈન સંપ્રદાયાવલંબીઓ તથા અન્ય સંગ્રહસ્થાએ જે ઉપકાર કર્યા છે, તે અવર્ણનીય છે.