________________ આદર્શ મુનિ. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વક્તા સાધારણ જનતા ઉપર તે ખૂબ પ્રભાવ પાડી શકે છે, પરંતુ શિક્ષિત તથા વિચારશીલ સમુદાય ઉપર તેનો ખાસ પ્રભાવ પડતો હતો નથી. તે જ પ્રમાણે કઈ વક્તા શિક્ષિત સમાજ ઉપર પ્રભાવ પાડી શકે છે, પરંતુ સામાન્ય જનતામાં તેની અવગણના થતી હોય છે. અમે જોઈએ છીએ કે મુનિ મહારાજ પાસે આજ એક ધુરંધર પંડિત આવી ચઢે છે, તે આવતી કાલે એક અજ્ઞાન ખેડુત. કોઈ વખતે તે નગરવાસીઓને ઉપદેશ આપે છે, તે કઈ વખતે ગ્રામ્યજનતાને તેમના બોધને સઘળાં ધ્યાનપૂર્વક શ્રવણ કરી ગ્રહણ કરે છે. | મુનિ મહારાજ ખાસ વ્યાખ્યાનદાતા પણ નથી, તે પાઠકને આગળે ઉપર વિદિત થશે. તેઓશ્રી મનુષ્ય પ્રકૃતિના જાણકાર, ભિન્ન ભિન્ન મનુષ્યની વિવિધ આવશ્યકતાઓ તથા પ્રવૃત્તિઓના નિરીક્ષક તથા દયા અને કરૂણાના સાગર છે. તેઓ સઘળા ભ્રમ તથા શંકાઓનું નિવારણ કરી, શ્રેતાઓને સુપથ પર લાવવાની ઉત્કૃષ્ટ અભિલાષા સેવે છે. મનુષ્યની બુદ્ધિ તથા હૃદય પ્રકાશિત કરવા માટે તેઓશ્રી પુસ્તકીય પ્રમાણો ટાંકી બતાવતા નથી. પરંતુ તે જાતે કહે છે કે જે મનુષ્ય ! તમે જાતે નજર કરે અને સાંભળે. નતે તેઓશ્રી પ્રાચીનતાના અધ ભક્ત છે અને નત નવીનાના, આત્મવિસ્મૃત પૂજારી. તેઓ તે સત્યના શોધક, સત્યના ગ્રાહક તથા સત્યના પ્રચારક છે. લેકેને મહારાજશ્રીને ઉપદેશ સાંભળતાં સાંભળતાં એમ અનુભવ થતો જાય છે કે તેઓ અમારા હાર્દિક રહ