________________ આદર્શ મુનિ રેગીઓની સંખ્યામાં ઘટાડો થયો દેખાતો નથી. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે રોગનું પૃથક્કરણ બરાબર નથી. આંતર જાતીય તથા સામાજીક પક્ષો ઉભા કરવાને પવન સર્વત્ર ફેલાઈ રહ્યા છે. ગરીબ તથા અમીરે, ખેડૂતો તથા જમીનદારો, માલિક અને નેકર, કાળાઓ અને ગોરાઓ, દેશીએ અને પરદેશીઓ, ઉદાર વૃત્તિધારી તથા અનુદાર વૃત્તિધારી, નીચ અને ઉંચના આંતર વમનસ્ય તથા કંઠે સારાયે સંસારને ખળભળાવી નાખ્યો છે. ધાર્મિક મત મતાન્તરે, રાજનૈતિક પક્ષે વૈજ્ઞાનિક શોધખોળો, આર્થિક સંસ્થાઓ અને આંતરજાતીય સંબંધ તથા અધિકારને સમસ્ત સંસારની ખરાબી તથા અધ:પતન માટે જડમૂળ તરીકે લેખવામાં આવે છે. આજે સમાજ કે સમુદાય, રાષ્ટ્ર કે જાતિ આદિ શબ્દ એ વ્યક્તિ શબ્દને ઢાંકી નાખ્યો છે. આધુનિક કાળમાં જાતીય ચરિત્ર, જાતીય બળ, સામાજીક દુર્દશા તથા રાષ્ટ્રીય વિપત્તિની ચર્ચા સર્વત્ર સંભળાય છે. પરંતુ જાતિ, સમાજ અથવા રાષ્ટ્ર શાનાં બનેલાં છે, તેને કઈ વિચાર સરખુંયે કરતું નથી. જે જાતિની વ્યકિતઓ નિર્બળ, ચારિત્રહીન તથા વિચારશૂન્ય હોય છે, તે જાતિ, સમાજ અથવા રાષ્ટ્ર કદાપિ બળવાન, ચારિત્ર્યવાન તથા વિચારશીલ ઉદ્ભવી શકે? કેઈ કાળે નહિ. પ્રિય પાઠકે ! જો આપ વ્યકિતઓના નૈતિક તથા આત્મિક, તથા સામાજીક જીવનને બળવાન તથા ચારિત્ર્યવાન ચાહતા છે તે. મુનિ મહારાજના પવિત્ર જીવનને વારંવાર વાંચી તેને અભ્યાસ તથા મનન કરી તેનું અનુકરણ કરે. આવો, આપણે એ જીવનમાંથી કંઇ નવનીત ખેંચવા પ્રયત્ન કરીએ.