________________ આદર્શ મુનિ.< સઘળા શ્રાવક સંઘ મહાજશ્રીની પૂઠે ચાલતે ઠેઠ ચીંચપિકલી સુધી વિદાય આપવા આવ્યો. તે વખતે અત્રેના સંઘના સેક્રેટરી સાહેબે તથા ઉપ-પ્રમુખ શેઠ વીરચંદભાઈએ ટૂંક વિવેચન કરી પિતાને આંગણે આ સુઅવસર પ્રાપ્ત થવા માટે પિતાનાં ધન્યભાગ્ય માન્યાં. અને મહારાજશ્રીના . અસંખ્ય ગુણનાં મુક્તકંઠે વખાણ કર્યા. ચીંચપેલી સ્વિાસ કર્યા બાદ તા. ૨૮–૧૧–૩૧ને દીવસે શ્રી. વી. એ. રથા. જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓને “ક્ષમા એ વિષય ઉપર અનેક સરળ તથા હૃદયગ્રાહી અને મનોરંજક દૃષ્ટાંતો સહિત વ્યાખ્યાન આપ્યું જે શ્રવણ કરી વિદ્યાર્થીઓ તથા શિક્ષક સમુહ અત્યંત પ્રસન થયે. સઘળા તરફથી શાળાના હેડમાસ્તર સાહેબ શ્રીમાન ચંદુલાલભાઈએ મહારાજશ્રીની તારીફ કરી આભાર પ્રદશિત કર્યો. તેઓશ્રી જ્યાં જ્યાં પોતાનાં પુનિત પગલાં માંડે છે, ત્યાં ધર્મોન્નતિ વિશેષ પ્રમાણમાં થાય છે, કેમકે તેઓશ્રીને ઉપદેશ સરળ, સરસ, ઓજરવી તથા નિષ્પક્ષપાત હોય છે. જે વિષયને તેઓ હાથ ધરે છે, તેને જૈનધર્મની વિશેષતા દર્શાવી ભિન્ન ભિન્ન સંપ્રદાયના ગ્રંથેથી સિદ્ધ કરી બતાવે છે, તથા શ્રોતાઓના અંતરમાં ધામક તથા વ્યાવહારિક બાબતો ગ્ય રૂપમાં ઠાંસી ઠાંસીને ભરી દે છે. આને પૂરેપૂરે અનુભવ તો તે વ્યક્તિઓને થયે હશે, કે જેમને મહારાજ શ્રીના ઉપદેશામૃતનું પાન કરવાનો અલભ્ય અવસર સાંપડયે હશે. માત્ર નમૂના રૂપે આ બાબતનું સંક્ષિપ્ત દિગ્દર્શન આગળ ઉપર સુજ્ઞ વાચકેની જાણ માટે કરાવવામાં આવ્યું છે. અમારી હાર્દિક અભિલાષા છે કે પરમાત્મા આવા આદર્શ