________________ - આદર્શ મુનિ દિવસે ધાબીતલાવ ઉપર આવેલા ફરામજી કાવસજી ઈન્ટી યુટ હોલ (લેમીંટન સીનેમા)માં “મનુષ્ય કર્તવ્ય એ વિષય ઉપર ભાષણ કર્યું. તે વખતે શ્રેતાઓથી હોલ ચિકાર ભરાઈ ગયો હતો. વ્યાખ્યાન પુરૂં થયા બાદ પંડિત લાલને ભાષણ કર્યું જેમાં જણાવ્યું કે “આ મહારાજશ્રી પિતાને ભગવાન મહાવીરના પટાવાલા કહેવડાવે છે. પરંતુ એમ નથી. તેઓશ્રી તે ભગવાન મહાવીર તરફથી નમાયેલા વાઇસરોય છે. મુનિ મહારાજનું ભાષણ સાંભળી મને બહુજ આનંદ થયે છે.” ઈત્યાદિ. તા. રર-૧૧-૩૧ને દિવસે માધવબાગમાં “સાચું સુખ અને તેનાં સાધનો વિષે મહારાજશ્રીએ જાહેર વ્યા ખ્યાન આપ્યું, તે સમયે જેન તથા જૈનેતર જનતાની જબરદસ્ત મેદની જામી હતી, જેમાં જૈન ભાઈ બહેનો સિવાય વિષ્ણુ, સનાતન ધર્મીઓ તથા પારસીઓ પણ હતા. વ્યા ખ્યાન સમાપ્ત થયા પછી તે લેકો મહારાજની હૃદયગ્રાહી વ્યાખ્યાનશિલીની અને સર્વે ધર્મો પ્રત્યેના તેમના પ્રેમભાવની ઘણી પ્રશંસા કરવા લાગ્યા, અને મહારાજશ્રી સર્વ ધર્મના તત્તનું આવું વિશાળ જ્ઞાન ધરાવે છે તે તરફ પોતાનું આશ્ચર્ય અને આનંદ પ્રકટ કરવા લાગ્યા. ખરેખર મહારાજની વાણીમાં કઈક એવું અનેરું આકર્ષણ છે કે જે કોઈ એક વખત વ્યાખ્યાન સાંભળે છે તે મહારાજને સદાને ભક્ત બની જાય છે. ત્યાર બાદ કાતિક વદ ૧ને ગુરૂવારના મનેહર ઉષાકાળે ચાતુર્માસ સમાપ્ત થતાં મહારાજ શ્રી અત્રેથી વિહાર કરી ચીંચપોકલી પધાર્યા. તે વખતે તેઓશ્રીને વિદાય આપવાને જબરદસ્ત જનમેદની એકત્ર થઈ હતી. દરેકની આંખમાં આવા સંત પુરૂષના વિયોગનું દુઃખ દૃષ્ટિગોચર થતું હતું.