________________ આદર્શ મુનિ ૪પ૦ શ્રીસંઘે જવાબી તાર કરી પૂજ્યશ્રી પાસે ચાતુર્માસની મંજુરી મંગાવી લીધી. ચિત્રી પુણિમાને દિવસે પણ હનુમાન જયંતિ અત્યંત ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી. તે દિવસે પણ સભામંડપ શ્રોતાઓથી ચિકાર ભરાઈ ગયે હતો. મુનિ મહારાજે નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રી હનુમાનજીના જીવન ઉપર વિવેચન કરી ખૂબ પ્રકાશ પાડે. ત્યારબાદ નીમચથી ચાતુર્માસની મંજુરી માટે આવેલા તારને ભાવાર્થ ઉપસ્થિત જનસમૂહ સમક્ષ મંત્રી મહોદયે કહી સંભળાવ્યો. આ સાંભળી સઘળા શ્રેતાઓએ ઉભા થઈ મુનિ મહારાજને વિનંતિ કરી તેઓશ્રીને ખુલાસે માગ્યો. ત્યારે મહારાજશ્રીએ મુંબઈ સકળ સંઘનો અત્યાગ્રહ જોઈ ત્યાંજ ચાતુર્માસ કરવાનો સ્વીકાર કર્યો. અહીંથી તેઓશ્રી કોટન શ્રાવકોનો અત્યાગ્રહ જોઈ કેટમાં પધાર્યા. ત્યાં તેઓશ્રીએ અગીઆર વ્યાખ્યાન આપ્યાં. ત્યાર બાદ ત્યાંથી ચીંચપોકલી, દાદર તથા સાન્તાકુક થઈ વિલેપારલે પધાર્યા. જ્યાં તા. ૧૦મીને દિવસે “માનવ ધર્મ ઔર સ્વદેશ એ વિષય ઉપર એક સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું. આ વ્યાખ્યાનના સમાચાર જાહેર વર્તમાન પત્ર દ્વારા તથા વિલેપારલે મહાસભા સમિતિના મંત્રી તરફથી અલગ વિજ્ઞાપને વહેંચાવી જનતાને આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્યાંથી મુનિશ્રી વિહાર કરી ઘાટકે પર થઈ પનવેલ પધાર્યા. ત્યાં તેઓશ્રીએ બાવીસ વ્યાખ્યાન આપી ચાતુર્માસ માટે મુંબઈ તરફ પ્રસ્થાન કર્યું. માગમાં થાણુ થઈ ઘાટકેપર પધાર્યા. ત્યાં તેઓએ “આત્મોન્નતિ” એ વિષય ઉપર એક સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું. ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી તેઓશ્રી માટુંગા તથા ચીંચપોકલી થઈ કાંદાવાડી મધ્યે