________________ > આદર્શ મુનિ. સવાનવ સાડાનવ પછી ભલે ભજવે. આ પ્રમાણેને સંતોષકારક પ્રત્યુત્તર મળતાં ઉક્ત મંડળે પણ વિજ્ઞાપને છપાવી વહેંચાવી દીધાં. તા૩૧-૩-૩૧ના પ્રાતઃકાળથીજ લેકેના ટેળેટેળાં સભામંડપમાં આવવા લાગ્યાં. મહારાજશ્રીએ બરાબર નિયત સમયે જેનધર્મ અનાદિ તથા સ્વતંત્ર છે, તેને ઓજસ્વી ભાષામાં શરૂઆતમાં જ ખુલાસો કર્યો. ત્યાર બાદ ત્રેવીસ તીર્થંકર વિષે સંક્ષેપમાં વિવેચન કરી વીસમી તીર્થકર શ્રી મહાવીર સ્વામીના જીવન ઉપર ખૂબ વિવેચન કર્યું. એ સઘળું સાંભળી શ્રેતાઓનાં ચિત્ત હર્ષોન્માદથી ઘેલાં બન્યાં હતાં, અને તેથી તેઓ વચ્ચે વચ્ચે હર્ષદેવની કરતા હતા. મહારાજશ્રીએ જણાવ્યું કે આજે તેરસ છે, ભગવાન મહાવીરાને જન્મ દિવસ છે, માટે કંઈ નહિ પણ તેર પંચેન્દ્રિય જીવોને તે અવશ્ય અભયદાન અપાવવું જોઈએ. આ સઘળું કહેતાં તે લગભગ 9 વાગવા આવ્યા હતા, તેથી વ્યાખ્યાન સમાપ્ત કર્યું. ત્યાર બાદ મંત્રી (સેક્રેટરી) મહાશયે તેર પંચંદ્રિય જીવોને અભયદાન આપવા વિશે સ્પષ્ટીકરણ કર્યું. જેને લીધે લગભગ રૂ. 900, (નવ) ને ફાળે એકત્ર થયું. ત્યાર બાદ વિદુષી શ્રીમતી રાજકુંવર મહાસતીએ પિતાના મધુર અને મનોરંજક કંઠથી એક પદ ગાયું. પછીથી કન્યાશાળાની બાળાઓએ ગાયન, ભાષણ, સંવાદ વિગેરે ભજવી બતાવ્યાં. નાની નાની બાલિકાઓમાં આટલી બધી હોશિયારી અને આવડત જોઈ શ્રેતાઓ અત્યંત પ્રસન્ન થયા. અંતમાં કન્યાઓને ઈનામે વહેંચ્યા પછી તે દિવસની સભા વિસર્જન કરવામાં આવી. આગળ ઉપર જણાવ્યા મુજબ ચાતુર્માસની મંજુરી માટે નિમચ મુકામે લખેલા પત્રને જવાબ ના મળે ત્યારે