________________ આદર્શ યુનિ. 47 પણ અત્રે પધાર્યા, અને પિતા પોતાના ગામમાં ચાતુર્માસ કરવાને માટે અત્યાગ્રહ કરતાં કહ્યું કે અમે ઘણા કાળથી અરજ ગુજારીએ છીએ. જ્યારે જાલન શ્રીસંઘે જણાવ્યું કે અમે એક વર્ષ પહેલાંથી વિનંતિ કરીએ છીએ. ત્યારે મુંબઈ શ્રીસંઘના સેક્રેટરી મહાશય બેલ્યા કે અહીંને માટે તે અમે સાત વર્ષથી અરજ કરીએ છીએ, માટે આ સાલ તે અમને લાભ લેવા દે. આ સઘળાઓને સાંભળીને મહારાજશ્રીએ જણાવ્યું કે ચૈત્રી પૂણિમા પહેલાં હું કેઈ સ્થળ માટે ખુલાસો કરી શકતા નથી. આ સાંભળી મુંબઈ શ્રીસંઘે મુનિશ્રી ચાથમલજી મહારાજના આગામી ચાતુર્માસ મુંબઈમાં કરાવવાની વૃત્તિથી શાસ્ત્ર વિશારદ શ્રીમજોનાચાર્ય પૂજ્યવર શ્રી મન્નાલાલજી મહારાજની સેવામાં શ્રીમાન શેઠ પન્નાલાલજી ચૈધરીને સરનામાથી નીમચ નગર પત્ર મોકલ્યો. મહાવીર જયંતિ સમીપ આવી રહી હતી. તેથી તેનો ઉત્સવ ઉજવવાના હેતુથી શ્રોતાઓને બેસવાને વિજા પતાકા તથા મનનીય સૂત્રે વિગેરેથી સુશોભિત વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો અને શ્રીસંઘ તરફથી વિજ્ઞાપને વહેંચવામાં આવ્યાં. વળી ત્યાંના દૈનિક વર્તમાન પત્રે મુંબઈ સમાચાર', સાંજ વર્તમાન, “પ્રજામિત્ર-હિંદુસ્તાન' વિગેરેમાં પણ આ ઉત્સવના સમાચાર જાહેર કરવામાં આવ્યા. શ્રી રત્નચિંતામણિ સ્થાનકવાસી જૈન મિત્રમંડળ તરફથી તેના સેક્રેટરી શ્રીમાન શેડ જગજીવન દયાળ ઘાટકોપરવાળાએ મુનિશ્રીને વિજ્ઞપ્તિ કરી કે આપ જે આજ્ઞા આપે તે અમારા મંડળ તરફથી કન્યાશાળાની કુમારિકાઓ ભાષણ, સંવાદ આદિ ભજવી બતાવે. આ સાંભળી મુનિશ્રીએ જણાવ્યું કે તેમાં કંઈ હરકત નથી.