________________ - > આદર્શ મુનિ. પાછળ પુરૂષ અને પાછળ જૈન કન્યાશાળાની કન્યાઓ તથા સન્નારીઓ ગીતો ગાતી ગાતી ચાલતી હતી. સર્વેના ચહેરા પર અપૂર્વ હર્ષ દષ્ટિગોચર થતો હતો. આ પ્રમાણે કાંદાવાડીમાં આવેલા ઉપાશ્રયમાં સહર્ષ પ્રવેશ કર્યો. ત્યાં મહારાજશ્રીનાં પ્રતિદિન નિયમિત રીતે થતાં વ્યાખ્યાને શ્રવણ કરી જેન તથા જૈનેતર જનતા પિતાની પારાવાર પ્રસન્નતા પ્રગટ કરતી હતી. લેકે કહેતા કે જે પ્રમાણે કેટલાય વર્ષોથી આપનાં વ્યાખ્યાનોની પ્રશંસા સાંભળતા હતા તે જ પ્રભાવશાળી આપને ઉપદેશ છે. શ્રેતાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જતી હતી, તે એટલે સુધી કે સઘળાઓને બેસવાની જગ્યા માંડમાંડ પુરી થતી. તપસ્વી શ્રી મયાચંદજી મહારાજે 21 દિવસની અને તપસ્વી શ્રી વિજ્યરાજજી મહારાજે 13 દિવસની તપસ્યા માત્ર ગરમ પાણીના આધાર ઉપર કરી. જેની પૂર્ણાહુતિને દિવસે 18 ગાયને અભયદાન અપાવવામાં આવ્યું. તા૨૨-૩-૩૧ ને દિવસે શેડ વેલજી લખમશી નપૂ આદિ મુંબઈ શ્રીસંઘે આગામી ચાતુર્માસ પિતાને ત્યાં કરાવવાને માટે અત્યંત આગ્રહપૂર્વક અરજ કરી. જેના પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ જણાવ્યું કે ચૈત્રી પૂર્ણિમા સુધી હું મારે માટે કોઈ પણ સ્થળની વિજ્ઞપ્તિને સ્વીકાર કરી શકતા નથી. આ સાંભળી શ્રીસંઘે ફરીથી અરજ કરી કે આપ એટલું તે અવશ્ય જણાવો કે મુંબઈ ક્ષેત્ર ખાલી પડશે નહિ. આ ઉપરથી મહારાજશ્રીએ ઉત્તર આપ્યા કે પૂજ્યશ્રીની આજ્ઞા મળતાં ક્ષેત્રે ખાલી પડશે નહિ. તાવ 2-3-31 ને દિવસે જાલના શ્રીસંઘ તથા શ્રીમાન શેઠ ચંદનમલજી, શ્રીમાન રાવતમલજી વિગેરે સતારા શ્રીસંઘ