________________ > આદર્શ મુનિ, આવેલા જૈન ઉપાશ્રયમાં આષાડ સુદ 1 ને દિવસે પધાર્યા. બીજા દિવસથી જ વ્યાખ્યાન શરૂ થયાં. દિન પ્રતિદિન જૈન તથા જૈનેતર શ્રેતાઓથી સભામંડપ ખીચોખીચ ભરાઈ જતે હતો. કેટલીક વખત તે શ્રોતાઓને બિલકુલ જગ્યાજ મળતી નહિ, તેથી મુંબઈ શ્રીસંઘે ઉપાશ્રયની નજીક છેટી સાદડીવાળા શેઠ મેઘજી ગિરધરના ચેગાનમાં એક વિશાળ સભા સ્થાનની વ્યવસ્થા કરી. ત્યારથી વ્યાખ્યાન તે સ્થળે થવા લાગ્યાં. પ્રારંભમાં 8 થી 8 વાગ્યા સુધી પંડિત મુનિશ્રી છગનલાલજી મહારાજ ભગવતી સૂત્ર કહી સંભળાવતા. તેમની પછી 8 થી 9 સુધી આપણું ચરિત્રનાયક ઠાણુગ સૂત્રની સાથે અનેક વિષય ઉપર પિતાની ઓજસ્વી ભાષામાં પ્રવચન કરતા. મુંબઈ નગરીના જૈન તથા જૈનેતર ઉપરાંત ઘાટકેપર, માટુંગા. સાન્તાક્રુઝ, વિલેપારલે આદિ આજુબાજુનાં પરાઓમાંથી મેટી સંખ્યામાં વ્યાખ્યાનને લાભ લેવા શ્રેતાઓ ઉતરી પડતા. મુનિશ્રીનાં દર્શન નિમિત્તે આવનાર મહાશની વ્યવસ્થા કરવા સારૂ મુંબઈ શ્રીસંઘે ચાતુર્માસ વ્યવસ્થાપક સમિતિની નિમણુંક કરી તેની મારફતે ઉતારા વિગેરેને પ્રબંધ કરાવ્યા હતા. મહારાજશ્રીની સેવામાં રહેતા તપસ્વી શ્રી મયાચંદજી મહારાજે 42 દિવસની તથા તપસ્વી શ્રી વિજ્યરાજજી મહારાજે અભિગ્રહ સહિત 34 દિવસની તપસ્યા માત્ર ગરમ પાણી પર રહીને કરી હતી. તેની પૂર્ણાહુતિ તા. ૨૨-૮-૧૯૦૧ને દિવસે હતી. આ પ્રસંગના સમાચાર શ્રીસંઘે આમંત્રણ પત્રિકાઓ તથા વર્તમાન પત્ર દ્વારા જાહેર કર્યા હતા. અત્રે પર્યુષણ પર્વ અત્યંત આનંદ તથા ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યાં. તે વખતે