________________ આદર્શ મુનિ. આવેલી પેલી ટીપમાં મારા તરફના રૂ. 21 (એકવીસ રૂપીઆ) લખજે. આટલું જ નહિ, પરંતુ જેઓ ખરા અંતઃકરણથી આ દિવસમાં જીવદયા કરવા-કરાવવા ઈચ્છતા હોય, તેઓએ તે કસાઈઓને પણ પૈસા આપવા જોઈએ નહિ. પૈસા આપવાથી તે જીવહિંસા ઘટવાને બદલે વધે છે–એ મારે વર્ષોનો અનુભવ તથા અનુમાન છે. જીવહિંસા થતી ઘટાડવાને અગર સદંતર નાબુદ કરવાનો બધા કરતાં એક અત્યંત સરળ અને સીધે તથા સસ્તા રસ્તા તો એ છે કે જેઓ કસાઈઓને પ્રાણીઓ વેચી નાખે છે, તેઓને તેમ કરતા અટકાવવાને પિતાની સઘળી શક્તિએ ખરચી નાખે.” આટલું કહી તે સ્વસ્થાને બેસી ગયા. ત્યાર બાદ વીર જય આદિ અનેક જયની ગગનભેદી ઘોષણાઓ સાથે સભા વિસર્જન થઈ. મહારાજશ્રીના ઉપદેશથી કેટલાકે પ્રેત જન નહિ કરવાના ગંદ ખાધા. વળી એક ઓસવાળ નિરાશ્રિત ફંડની જના ઘડી કાઢવામાં આવી. જેમાં લગભગ રૂ. 15000 (પંદર હુજાર)નાં વચન તો તે સમયેજ કેટલાક સખી સજજનો તરફથી મળ્યાં. બાકીનીયેજના માટે પ્રયાસ ચાલુ હતા. ધાર્મિક શિક્ષણને માટે પણ એક પાઠશાળાની યોજના વિચારી કાઢવામાં આવી, જેમાં તેજ સમયથી ચાળીસ વિદ્યાથીઓએ લાભ લેવાની શરૂઆત કરી. અહીં તેઓશ્રીનાં ઉપદેશથી પાંચ ઘરના મચી ભાઈઓએ આ જન્મ માંસ-મદિરાને ત્યાગ કર્યો. સતારથી શેઠ ચંદનમલજી તથા રાવતમલજી ચાતુર્માસ બાદ સિતારક્ષેત્ર પાવન કરવાની આગ્રહભરી આજીજી કરવા આવ્યા હતા. મુનિશ્રીએ તેમને જણાવ્યું કે આગળ ઉપર જોયું જશે. ત્યાર બાદ રાવ સાહેબ શેઠ મોતીલાલજીએ સતારાથી આવી