________________ 448 આદર્શ મુનિ સંખ્યા દિન પ્રતિદિન વધતી ચાલી. તેમ તેમ તે સઘળાને સમાવેશ કરવા માટે ત્યાંના શ્રીસંઘે જાહેર (પબ્લિક) બજારમાં શ્રોતાઓને બેસવાની જગ્યાને પ્રબંધ કર્યો. આમ વ્યાખ્યાન શ્રવણ કરતાં કરતાં પર્યુષણ પર્વમાં તે શ્રેતાઓની સંખ્યા 6000 જેટલી થઈ ગઈ હતી. જાહેર પ્રવચનને સમસ્ત જનતા એકસરખો લાભ ઉઠાવતી હતી. ત્યાગ તથા તપસ્યાઓ પણ ભરપુર થતાં. ભાદરવા સુદી ત્રીજને દિવસે તપસ્વીશ્રી વિજ્યરાજજી મહારાજે માત્ર ગરમ પાણી ઉપર રહી 8 દિવસની તપસ્યાને પ્રારંભ કર્યો. જે દિવસે આ તપસ્યાની પૂર્ણાહુતિ થતી હતી. તે દિવસે ત્યાંના વકીલે, માહેશ્વરી બંધુઓ પારસીભાઈઓ તથા મુસલમાન બિરાદરે વિગેરે કેટલાય ઉદાર પુરૂએ દર્શાવેલી સહનશીલતા પ્રશંસનીય છે. તેમણે જીવદયાની ટીપમાં પોતાનાં નામે પ્રથમ નોંધાવી પિતાના મનુષ્ય તરીકેના કર્તવ્યમાં પૂર્તિ કરી છે. આના કરતાં પણ અપૂર્વ તથા વિશેષ ઉલ્લેખનીય બાબત તે એ બની કે ત્યાંના કસાઈઓના એક આગેવાને મહારાજ શ્રીને ઉપદેશ શ્રવણ કર્યો. આ ઉપદેશની તેના પાપોથી રીઢા બની ગયેલા પાપી હૃદય ઉપર વિજળીની માફક અકસ્માત એવી અસર થઈ કે તે ત્યાં પિતાને સ્થાને સ્થીર બેસી શક્યો પણ નહિ તે તત્કાળ પિતાને સ્થાને ઉભે થયે અને કહેવા લાગે, “હું અહીંના કસાઈઓને આગેવાન છું. મહારાજશ્રીના અત્યંત પવિત્ર તથા પારાવાર પ્રભાવકારી ઉપદેશે આજ મારા હૃદયમાં એક અજબ પરિવર્તન કરી નાખ્યું છે. જેને હું વર્ણવી શકવાને અસમર્થ છું. છતાં એટલું કહ્યા સિવાય પણ હું રહી શકતું નથી કે જીવદયા માટે કરવામાં