________________ આદર્શ મુનિ 447 વવા અત્યંત આતુર હતા, પરંતુ અહમદનગર શ્રીસંઘની વિનંતિને સ્વીકાર કરી લીધા પછી શું વળે? અહીંથી વિહાર કરી મહારાજશ્રી ઘેડનદી પધાર્યા. અહીંઆ પુના શ્રીસંઘે આવી ચાતુર્માસ માટેની પોતાની ઉત્કંઠા પ્રદર્શિત કરી કહેવા લાગ્યા કે આ બાબતમાં આપે આગળથી નિશ્ચય કર્યો હોવાથી અમે વિશેષ શું કહી શકીએ? ખેર! પરંતુ આ ચાતુર્માસ પછીના ચાતુર્માસ અમારે ત્યાં કરવાની અમારી વિજ્ઞપ્તિ આપ લક્ષમાં રાખશો, તથા હમણ પણ કંઈ નહિ તે શેષકાળ (ચાતુર્માસ બેસે ત્યાં સુધીને બાકીને વખત)ને માટે તે અવશ્ય પુના પધારો. આ પ્રમાણેને અત્યાગ્રહ જોઈ મહારાજશ્રીએ તેમની અરજને સ્વીકાર કર્યો અને પુના પધાર્યા. અહીં તેઓશ્રીના વ્યાખ્યાનને હિદ-મુસલમાન આદિ સઘળી વર્ણો લાભ લેતી. અત્રેથી વિહાર કરી તેઓશ્રી પુનઃ ઘડનદી પધાર્યા, અને ત્યાં સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું. જેના પરિણામે ત્યાં કેટલાક જણે નિશ્ચય કર્યો કે અમે પ્રેતભેજન જમવા જઈશું નહિ, તથા પ્રેતજન કરીશું પણ નહિ. બીજા કેટલાક જણે એ પણ નિશ્ચય કર્યો કે અમારા અત્યંત પ્રયત્ન છતાં જે આ પ્રેતભેજનો અટકશે નહિ તે જેટલું ખર્ચ આવાં જમણેમાં થશે તેને અર્થે હિરો સત્કાર્યમાં વાપરીશું. ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી પારનેર તથા કાન્હડ થઈ અષાડ સુદ 12 ને દિવસે ચાતુર્માસ માટે અહમદનગર પધાર્યા. વીરજયની ગગનભેદી ઘોષણાઓ સાથે તેમનું સ્વાગત કરી, શ્રીસંઘે અત્યંત ધામધુમથી તેઓશ્રીની નગરમાં પધરામણી કરાવી. ત્યાં કેટલાંક વ્યાખ્યાન તે નિવાસસ્થાનવાળા ઉપાશ્રયમાંજ આપ્યાં, પરંતુ જેમ જેમ જૈન તથા જૈનેતર શ્રેતાઓની