________________ 450 આદર્શ મુનિ. ત્યાં પધારવાને અત્યંત આગ્રહ કર્યો, એટલે મુનિશ્રી તેમને ના પાડી શક્યા નહિ, પરંતુ ઉલટ સ્વીકાર કરવો પડે. અત્રેના ચાતુર્માસ સમાપ્ત થયા બાદ અહીંથી વિહાર કરી તેઓશ્રી ભિંગાર (કેમ્પ) છાવણી પધાર્યા. અત્રે છ વ્યાખ્યાન આપ્યાં. જેમાંનું એક છે મુસ્લીમ બિરાદરેએ ખાસ મુસલમાનેને માટે જ કર્યું હતું, જે સાંભળી કાજી સાહેબે મહારાજશ્રીની ભારોભાર તારીફ કરી. ત્યાંથી તેઓશ્રી વિહાર કરી આકલનેર, સાહેડા થઈ પિંપલગાંવ પધાર્યા. ત્યાં તેઓશ્રીના ઉપદેશથી એક ભાઈ કે જેમને ત્યાં સેંકડે બકરાં રહેતા હતા, તેમણે વકરો કરવા ખાતર અગર તે વધ કરવા માટે કસાઈને બકરા વેચવાને ત્યાગ કર્યો. ત્યાર બાદ ત્યાંથી તેઓશ્રી બલવંડી પધાર્યા. જ્યાં તેઓશ્રીના ઉપદેશથી પટેલ આબા સાહેબ સંપતરાવ મહદયે પિતાના આખા ગામમાં પોતાનાથી બનતા સઘળા પ્રયત્ન આદરી જીવહિંસા ન થવા દેવાની પ્રતિજ્ઞા કરી. અહીંથી મહારાજશ્રી વિહાર કરી શ્રીગેટે પધાર્યા, જ્યાં મુસલમાનેએ તા. 7 મી ડીસેમ્બર ૧૯૩૦ને દિવસે વેચ્છાએ કસાઈબાનું બંધ રખાવ્યું. અહીંથી તેઓશ્રી કાકી, ડ, તથા બારામતી થઈ સતારા તરફ પ્રયાણ કરતા હતા, તે સમયે માર્ગમાં માલેગાંવના રાજા સાહેબે દર્શન કરી પિતાની પ્રસન્નતા દર્શાવીને કહ્યું કે કૃપા કરી આપ અહીં એક દિવસ રેકાઈ જાવ. આના પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ કહ્યું કે સતારામાં તપસ્યાની પૂર્ણાહુતિને દિવસ સમીપ આવી ગયેલ છે, તેથી અમે આજે અત્રે રોકાઈ શક્તા નથી. આ સાંભળી રાજા સાહેબે કહ્યું કે અમારાં એવાં સદ્દભાગ્ય કયાંથી હોય ? આને માટે કંઈ બળજબરી ઓછી થાય છે? ખેર! હમણા ન