________________ > આદશ મુનિ. પ્રસંગ ચાલતો હતો, તે ઉપર તેમને સ્વજનવર્ગ સારી સંખ્યામાં હાજર થયે હતે. એ કારણથી મહારાજશ્રીનાં મુકામ ઉપર મનુષ્યને સમાવેશ નહિ થઈ શકવાથી તે માટે તૈયાર કરેલાં એક મંડપમાં વ્યાખ્યાન થયું હતું. ત્યાથી વિહાર કરીને કુહે થઈને જામનેર પધાર્યા. ત્યાં કેટલાંક વ્યાખ્યાને આપીને પહર, સુંદરણ થઈને મહારાજશ્રી કલમસર ખાતે પધાર્યા. ત્યાં તેમનાં અગીઆર વ્યાખ્યાને થયાં. શ્રીમાન શેઠ સ્વરૂપચંદજી, શ્રીમાન શેડ ભાગ્યચંદજી વગેરેના પ્રયત્નથી જીવદયા, પિષધ અને પ્રતિજ્ઞાઓ વગેરે ધર્મકાર્યો ઘણાં સારા પ્રમાણમાં થયાં હતાં. એ સમયે શ્રીમાન શેઠ ભાગ્યચંદજીએ સજોડે તપસ્યા કરી હતી. તેની યાદગિરી નિમિત્તે એક લાયબ્રેરી સ્થાપવામાં આવી. ત્યાંથી વિહાર કરીને ખેડગામ પધાર્યા, ત્યાં તેઓશ્રીના સદુપદેશથી પાટીદાર લેકેએ હળ વગેરે નિમિત્તે બળદ નહિ જોડવાની પ્રતિજ્ઞા કરી હતી. એ ઉપરાંત માંસભક્ષણ અને મદિરાપાન નહિ કરવાની પ્રતિજ્ઞાઓ પણ ઘણી લેવાઈ હતી. ત્યાંથી મહારાજશ્રી ઉત્રાણ પધાર્યા, ત્યાં તેમના ઉપદેશથી મુસલમાનોએ જુમ્માને દિવસે હળ નહિ જોડવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યાંથી તેઓ પારા ખાતે પધાર્યા. ત્યાં તેમનાં આઠ વ્યાખ્યાને થયાં હતાં, પરિણામે અનેક પ્રતિજ્ઞાઓ લેવાઈ હતી. આ પ્રસંગે એક ખાસ નોંધ લેવા ગ્ય પ્રતિજ્ઞા તો એ થઈ હતી કે શ્રીમાન શેઠ પૂરચંદજીએ દરેક અમાવાસ્યાએ પિતાને જીન પ્રેસ બંધ રાખવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યાંથી મહારાજશ્રી ભડગામ ખાતે પધાર્યા. ત્યાં મુસલમાનેનાં ઘણું ઘરે છે, એથી હિંદુ ઉપરાંત મુસલમાન વર્ગ સારી સંખ્યામાં