________________ આદર્શ મુનિ. ઉપરજ નિર્ભર રહીને કરી હતી, તેની પૂર્ણાહુતિને દિવસ તા. ૧૨-૯-રત્ન હતે. પર્યુષણ પર્વના પવિત્ર દિવસે ઉજવવા માટે બહારગામથી લગભગ 3500 જેટલાં માણસો આવ્યાં હતાં. જીવદયા, પિષધ અને અઠ્ઠાઈઓ વગેરે ઘણી સંખ્યામાં થયાં હતાં. આ સંબંધી ઉલેખ ક્ષમાપત્રિકામાં કરવામાં આવ્યો છે. તપસ્વીઓએ જે તપસ્યા કરી હતી, તેની પૂર્ણાહુતિનો દિવસ ભાદરવા સુદ ૯ને હતા, તે માટે શ્રીસંઘ તરફથી આમંત્રણ પત્રિકાઓ કાઢવામાં આવી હતી. પરિણામે બહારગામથી લગભગ 2100 જેટલી સંખ્યામાં મનુષ્યો આવ્યા હતા. તપસ્યાની પૂર્ણાહુતિના દિવસે કસાઈખાનું બંધ રખાવ્યું હતું. એ ઉપરાંત દરેક કેમના લેકેએ પિતપતાના ધંધાઓ પણ બંધ રાખ્યા હતા. જલગામના શ્રીસંઘે અગાઉથી જ સ્વાગત સમિતિની નિમણુંક કરી રાખી હતી, જેથી આ પ્રસંગ ઉપર હાજર રહેવા ઈચ્છતા સજજનેને કેાઈ પ્રકારની અગવડ રહેવા પામિ નહિ. ત્યારે આ સુંદર પ્રબંધ જોઈને ગયેલા મહાશાએ જલગામના શ્રીસંઘની ઘણી તારીફ કરી હતી. ચાતુર્માસના પૂર્ણાહુતિના દિવસે ભુસાવલના શ્રીસંઘે મહારાજશ્રી પાસે આવીને પોતાને ત્યાં પધારવા વિનંતિ કરી અને કહ્યું કે પહેલાં આપશ્રીએ અમારી ચાતુર્માસની વિનંતિને સ્વીકાર કર્યો નહિ, પરંતુ હવે તે આપે જરૂર પધારવું પડશે. આ પ્રમાણે આગ્રહ થવાથી મહારાજશ્રીએ તેમની વિનંતિને સ્વીકાર કર્યો. ચાતુર્માસ પૂરું થયે ત્યાંથી વિહાર કરીને શેઠ સાગરમલજી નથમલજી લુંકડના બંગલામાં મુકામ કર્યો, બીજે દિવસે ત્યાંથી વિહાર કરી નસીરાબાદ થઈને ભુસાવલ ખાતે પહોંચી ગયા. એ અરસામાં શેઠ પન્નાલાલની પુત્રીને વિવાહ