________________ આદર્શ મુનિ 443 હાજર થયા હતે. અગર એમ કહેવામાં આવે કે આખી સભા મુસલમાન વર્ગથીજ ખીચખીચ ભરાઈ ગઈ હતી તે અતિશયોક્તિ નહીજ કરી ગણાય. મહારાજશ્રીના સદુપદેશથી દરેક જુમ્માના દિવસે ખેતી કાર્ય માટે હળ વગેરેને બળદ નહિ જોડવાની પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. ત્યાંથી તેઓ કજગામ થઈને વાઘલી ખાતે પધાર્યા. ત્યાં તેમનાં નવ વ્યાખ્યાન થયાં, આ વ્યાખ્યાનોમાં ગામને જાહેર વર્ગ તો હાજર રહેતા હતા, પરંતુ ગામથી બલ્બ, ચચ્ચાર ગાઉ દૂર આવેલાં ગામડામાં રહેતા પાટીદાર વર્ગ પણ ઉપદેશ શ્રવણ માટે આવતું હતું. ત્યાંથી તેઓ પાટીદે પધાર્યા. ત્યાં જે કે જૈન ભાઈઓનાં તો બેજ ઘરો છે, પરંતુ ત્યાંના જૈનેતર વગે એવી જાહેર ખબર પ્રસરાવી કે પરિણામે વ્યાખ્યાનમાં લગભગ 500 જેટલા માણસોની હાજરી થઈ હતી. મહારાજશ્રીના સદુપદેશના પરિણામે દરેક અમાવાસ્યાને રોજ હળ, પખાલ વગેરેમાં બળદ નહિ જડવાની, માંસ ભક્ષણ અને મદિરાપાન નહિ કરવાની, પગરખાં સિવાય ચામડીને ઉપયોગ નહિ લેવાની, ઘરડાં બળદ, ગાય અને ભેંસ વગેરે જાનવરેને નહિ વેચવાની અને ચલમ નહિ પીવાની વગેરે અનેક પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. ત્યાંથી તેઓ ચાલીસગામ, ન્યાયડુંગરી, મનમાડ અને યેવલાના માર્ગે થઈને બેલા પુર ખાતે પધાર્યા. ઉપલાં બધાં ગામમાં જૈન-જૈનેતર વગે અનેક પ્રકારની પ્રતિજ્ઞા લીધી હતી. તેને સમગ્ર ઉલ્લેખ અહિં કરવા જતાં ગ્રંથ વધવા સાથે વાંચકવર્ગને કદાચિત કંટાળે પણ આવે એવા હેતુથી દરેક સ્થળે પ્રતિજ્ઞાઓની વારંવાર નોંધ કરવાનું ઉચિત ધાર્યું નથી. એક કે બે જગ્યાના દાખલાઓ ઉપ