________________ આદર્શ મુનિ 435 કરેલા દિવસે તીર્થયાત્રા કરવા માટે જવાના હતા તેથી તેઓ ગયા. અસ્તુ. ત્યાંથી મહારાજશ્રી બદનાવર પધાર્યા. ત્યાંના હિંદુ-મુસલમાન બધા લોકોએ વ્યાખ્યાન સાંભળવાનો લાભ લીધે અને રાજ્યના અમલદાર વર્ગ પણ તેમાં ભાગ લીધે હતે. શ્રીમાન હાકેમ સાહેબના અતિ આગ્રહથી આઠમું વ્યાખ્યાન મહારાજશ્રી પાસે કરાવ્યું, અને તે દિવસે આખા શહેરમાં જીવદયા પળાવી હતી. ત્યાંથી મહારાજશ્રી વખતગઢ પધાર્યા. ત્યાંનાં વ્યાખ્યાનોમાં પણ શ્રેતૃવર્ગ ઘણું સારા પ્રમાણમાં હતાં. શ્રીમાન કારભારી સાહેબ અને મહબુબ અલીએ એક વ્યાખ્યાન વધારે અપાવીને ગામમાં જીવદયા પળાવી હતી. ત્યાંથી મહારાજશ્રી કેડ, બીડવાલ, કાનવન અને નાગલ વગેરે ગામમાં પિતાના ઉપદેશથી ઉત્તમ રીતે ધર્મપ્રચાર કરતા કરતા ધાર (સ્ટેટ) ખાતે પધાર્યા. ત્યાં મહારાજશ્રીનાં વ્યાખ્યાનમાં કારભારી સાહેબ તેમજ અન્ય મનુષ્યવર્ગ પૂરતાં પ્રમાણમાં હાજર હતા. મહારાજશ્રીએ ત્યાંથી જે દિવસે વિહાર કર્યો તે દિવસે કારભારી સાહેબે આખાય શહેરમાં જીવદયા પળાવી હતી. ત્યાંથી મહારાજશ્રી “મીસરપુર થઈને ‘બડવાની ખાતે પધાર્યા. ત્યાં તેમનાં પાંચેક વ્યાખ્યાને થયાં હતાં. ત્યાંથી મહારાજશ્રી અજજડ, રાજપુર વગેરે ગામોમાં ધર્મ પ્રચાર કરતાં કરતાં સેંધવા ખાતે પધાર્યા. તે વખતે દેરાવાસી સંવેગી સાધુ શ્રી તીર્થ વિજ્યજી મહારાજ પણ મહારાજશ્રીને મળવા માટે પધાર્યા હતા. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને “પડા થઈને ભુસાવલ અને જલગામ તરફ જવાના હતા, તેવામાં ધૂલિઆના શ્રીસંઘે પત્ર લખી જણાવ્યું